IND vs ENG ODI Series : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી વનડે સિરીઝમાં દર્શકોને પ્રવેશ મળશે નહીં
IND vs ENG ODI Series : કોરોના વાયરસ મહામારીને કારણે પાછલા વર્ષે માર્ચમાં લાગેલા લૉકડાઉન બાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચથી 50 ટકા દર્શકોને મેદાન પર આવવાની મંજૂરી આપવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં આ સમયે કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે.
નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ (India vs England ODI Series) વચ્ચે રમાનારી 3 મેચોની વનડે સિરીઝમાં દર્શકોને એન્ટ્રી મળશે નહીં. સિરીઝની શરૂઆત 23 માર્ચથી થશે. રાજ્યમાં કોવિડ-19 (COVID-19) ના વધતા કેસને જોતા મહારાષ્ટ્ર સરકારે વનડે સિરીઝના આયોજનને દર્શકો વગર મંજૂરી આપી છે.
મીડિયામાં એવા અહેવાલો હતા કે મહારાષ્ટ્રમાં વધતા કોરોનાના કેસને જોતા આ મેચોના આયોજનનું સ્થળ બદલાય શકે છે. કોરોના વાયરસ મહામારી (Coronavirus pandemic) ને કારણે પાછલા વર્ષે માર્ચમાં લાગેલા લૉકડાઉન બાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચથી 50 ટકા દર્શકોને મેદાન પર આવવાની મંજૂરી આપી હતી.
આ પણ વાંચોઃ પિચ વિવાદ બાદ શું અમદાવાદના નવા સ્ટેડિયમ પર ICC કરશે કાર્યવાહી?
એએનઆઈએ સૂત્રોના હવાલાથી કહ્યું, 'કોવિડ 19ની સ્થિતિ જોતા અમારી વચ્ચે ફેન્સ હશે નહીં. પરંતુ અંતિમ મેચને મુંબઈ શિફ્ટ કરવામાં આવશે કે બધી મેચ પુણેમાં રમાશે તેના પર નિર્ણય કરવાનો બાકી છે.' મુંબઈમાં આ દિવસોમાં કોરોનાના કેસ ફરી વધ્યા છે અને સરકાર આકરા પગલા ભરવાની તૈયારી કરી રહી છે.
ભારતીય ટીમ આ સમયે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 4 મેચોની ટેસ્ટ સિરીઝ રમી રહી છે. સિરીઝમાં યજમાન ટીમ 2-1થી આગળ છે. ટેસ્ટ સિરીઝ બાદ બન્ને ટીમો વચ્ચે 5 મેચોની ટી20 સિરીઝ રમાશે. ત્યારબાદ ત્રણ મેચોની વનડે સિરીઝનું આયોજન થશે. પરંતુ વનડે સિરીઝ માટે હજુ ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube