નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા (Team India) એ પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. મેચના બીજા દિવસે ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને બોલરોની વાત કરીએ તો અશ્વિનની શાનદાર બોલિંગ સામે ઈંગ્લેન્ડના બેટ્સમેનો ફેલ રહ્યાં હતા. ભારતના પ્રધાનમંત્રી મોદી  (PM Narendra Modi) પણ આ મુકાબલાને રસપ્રદ ગણાવ્યો છે. 


પીએમ મોદીએ દૂરથી જોઈ મેચ
પ્રધાનમંત્રી મોદી  (PM Narendra Modi) એ ચેન્નઈમાં રમાઈ રહેલા બીજા મુકાબલાના એક તસવીર ટ્વિટર પર શેર કરી છે. હકીકતમાં પીએમ મોદી ચેન્નઈમાં હવાઈ યાત્રા કરી રહ્યાં હતા. ત્યારે ચેપકના મેદાનનો નજારો તેમની સામે આવી ગયો. તેમણે આ નજારાની એક તસવીર પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube