IND vs ENG: ટીમ ઇન્ડીયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે બર્મિઘમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે અંગ્રેજ બોલરોની ધોલાઇ કરી દીધી. ઋષભ પંતે ઇગ્લેંડના વિરૂદ્ધ બર્મિંઘમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે પોતાના ટેસ્ટ કેરિયરની પાંચમી સદી ફટકારી હતી. ઋષભ પંતે 94 બોલમાં 16 ચોગ્ગા અને 1 સિક્સરની મદદથી 107 રન બનાવી રમી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઋષભ પંતે ઇગ્લેંડના બોલરોની કરી ધોલાઇ
ઋષભ પંત જ્યારે બેટીંગ કરવા માટે આવ્યા તો તે સમયે ભારતનો સ્કોર 98 રન પર 5 વિકેટ હતી, પરંતુ પંતે પોતાની તોફાની બેટીંગથી ભારતને મુશ્કેલ સ્થિતિમાંથી બહાર નિકાળી. ઋશભ પંતે ઇગ્લેંડના જેમ્સ એંડરસન, બેન સ્ટોક્સ અને જૈક લીચ જેવા ખતરનાક બોલરોની ધોલાઇ કરી દીધી. ઋષભ પંતે મેદાનની ચારેય તરફ જોરદાર શોટ્સ ફટકાર્યા. ઋષભ પંતે દુનિયાના સૌથી ખતરનાક બોલરમાંથી એક ગણાતા જેમ્સ એન્ડરસનને પણ છોડ્યો નહી. 

રસોઇ ગેસની સબસિડીને લઇને સરકારનો જોરદાર પ્લાન! જાણો હવે કેવી રીતે મળશે પૈસા


ફટકારી તોફાની સદી
ઇગ્લેંડની ધરતી પર ઋષભ પંતની આ બીજી ટેસ્ટ સદી છે. આ પહેલાં ઋષભ પંતે ઓવલમાં વર્ષ 2018માં ઇગ્લેંડ વિરૂદ્ધ પોતાના ટેસ્ટ કેરિયરની પ્રથમ સદી ફટકારી હતી, ત્યારે તેમણે 114 રનોની ઇનિંગ રમી હતી. ઋષભ પંતે પોતાની પાંચમી ટેસ્ટ સદી ફટકારી ટીમ ઇન્ડીયાની ઇનિંગમાં જીવ પુર્યો. આ સદી એટલા માટે ખાસ છે, કારણ કે બર્મિંઘમમાં બેટ્સમેન માટે આ મુશ્કેલ પિચ પર સદી ફટકારવી બેવડીથી ઓછી નથી. 

Sim Card Rule: આ ગ્રાહકોને નહી મળે નવું સિમ, સરકારે બદલી દીધા છે નિયમ, જાણી લો


ઋષભ પંતે રચ્યો ઇતિહાસ
ઋષભ પંતે ઇગ્લેંડની ધરતી પર 2 ટેસ્ટ સદી ફટકારનાર ભારતના પ્રથમ વિકેટકીપર બેટ્સમેન છે. આવું કારનામું ભારતીય કેપ્ટન અને દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની પણ પોતાના ટેસ્ટ કેરિયરમાં કરી શક્યા નથી. ઋષભ પંત ભારતના એવા પહેલા વિકેટકીપર છે, જેમણે સાઉથ અફ્રીકા, ઇગ્લેંડ અને ઓસ્ટ્રેલિયા ત્રણેય દેશોમાં ટેસ્ટ સદી ફટકારી છે. 


ઋષભ પંત પહેલાં ઇગ્લેંડની ધરતી પર ટેસ્ટ સદી ફટકારવાનું કારનામું ભારતનો કોઇપણ વિકેટકીપર બેટ્સમેન કરી શક્યો નથી. ભારતના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની પણ ટેસ્ટ કેરિયરમાં ઇગ્લેંડની ધરતી પર સદી ફટકારવામાં નિષ્ફળ રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube