ભારતે ઈંગ્લેન્ડને વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચમાં 106 રનથી માત આપી છે. મેચમાં ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે 399 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લિશટીમ 292 રન પર પેવેલિયન ભેગી થઈ ગઈ. વાઈઝેગ (વિશાખાપટ્ટનમ) ટેસ્ટમાં સમગ્ર દુનિયાએ 'BAZBALL' નો દમ નીકળતો જોયો. 600 રનનો ટાર્ગેટ હોય તો પણ ચેઝ કરી લેવાનો દમ ભરનારી ઈંગ્લેન્ડની ટીમે બીજી ટેસ્ટમાં સજ્જડ હારનો સામનો કરવો પડ્યો. ભારતે ચાર દિવસમાં જ ટેસ્ટ મેચ જીતી લીધી અને પાંચ મેચોની સીરિઝમાં 1-1ની બરાબરી કરી લીધી. 


જબરદસ્ત ધોબીપછાડ
ભારતે આ સાથે જ ઈંગ્લેન્ડ જોડેથી પહેલી ટેસ્ટ મેચનો હારનો બદલો પણ લઈ લીધો. હૈદરાબાદમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 28 રનથી હરાવ્યું હતું. જો કે બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે પોતાના આક્રમક તેવર દેખાડી 'BAZBALL' ના પડકારને ધ્વસ્ત કરી દીધો. અત્રે જણાવવાનું કે તાજેતરમાં ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ ઈન્ડરસનનું કહેવું હતું કે ઈંગ્લિશ ખેલાડીઓ સાથે કોચ બ્રેન્ડન મેક્કુલમની ચર્ચા થઈ હતી કે જો ભારત 600 રનનો ટાર્ગેટ આપે તો પણ અમે તેને હાંસલ કરવાની કોશિશ કરીશું. મેચમાં 180 ઓવર બચ્યા છે અને અમે ટાર્ગેટને 60 કે 70 ઓવરમાં ચેઝ કરવાની કોશિશ કરીશું. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube