IND vs ENG : મેદાનમાં ક્રુણાલ પંડ્યા ઈંગ્લિશ બોલર પર બરાબર ભડકી ગયો, શું આ હતું કારણ?
ભારતની ઈનિંગ દરમિયાન જો કે એક પળ એવી પણ આવી કે જ્યારે ક્રુણાલ અને ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ટોમ કુરન વચ્ચે ખુબ ચકમક ઝરી.
પુણે: ક્રુણાલ પંડ્યા (Krunal Pandya) નું આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં ડેબ્યુ એકદમ શાનદાર રહ્યું. તેણે 31 બોલમાં સાત ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 58 રન કર્યા. ક્રુણાલ વનડે ઈતિહાસમાં ડેબ્યુ દરમિયાન સૌથી ઝડપથી અડધી સદી ફટકારનારો બેટ્સમેન પણ બન્યો. ભારતની ઈનિંગ દરમિયાન જો કે એક પળ એવી પણ આવી કે જ્યારે ક્રુણાલ અને ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ટોમ કુરન વચ્ચે ખુબ ચકમક ઝરી.
ટોસ હાર્યા બાદ ભારતીય ટીમ બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતરી હતી. 49મી ઓવર આવતા આવતા તો કે એલ રાહુલ અને ક્રુણાલ ધમાકેદાર ઈનિંગ રમી ચૂક્યા હતા. ઈંગ્લેન્ડના બોલરોની પીટાઈ થઈ રહી હતી. ક્રુણાલ પંડ્યા જ્યારે એક રન લઈને નોન સ્ટ્રાઈક છેડ પહોંચ્યો તો ટોમ કુરેને તેને કઈંક કહ્યું. કુરેનની વાત સાંભળીને પંડ્યા ભડકી ગયો અને તેની પાછળ જઈને કઈક કહેવા લાગ્યો. વિકેટકિપર જોસ બટલરે બંને વચ્ચે પડી બચાવ કરવાની કોશિશ કરી. પછી ક્રુણાલ પંડ્યાએ અમ્પાયરને ટોમ કુરેનની ફરિયાદ કરી. ત્યારબાદ અમ્પાયરે ક્રુણાલને યેનકેન પ્રકારે શાંત કર્યો.
IND vs ENG : મેચમાં દરેક પળે ક્રુણાલ યાદ કરતો હતો પપ્પાને, જાણો શું કહ્યું?
IND vs ENG: પ્રસિદ્ધ કૃષ્ણાએ પર્દાપણ મેચમાં રચી દીધો ઈતિહાસ, ભારત તરફથી કરી સર્વશ્રેષ્ઠ બોલિંગ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube