અમદાવાદઃ વિશ્વના દિગ્ગજ બેટ્સમેનોમાં સામેલ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સિરીઝમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શુક્રવારે 5 મેચોની ટી20 સિરીઝ (Ind vs Eng T20 Series) રમાવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

32 વર્ષીય વિરાય જ્યાં ટી20 ટીમની કમાન સંભાળશે તો ઈંગ્લેન્ડ ટીમની આગેવાની ઇયોન મોર્ગન કરશે. સિરીઝ 12 થી 20 માર્ચ રમાશે. ટી20 સિરીઝના બધા મુકાબલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. 


આ સિરીઝમાં વિરાટની નજર એક મોટા રેકોર્ડ પર હશે અને તે ટી20 આંતરરાષ્ટ્રીયમાં ત્રણ હજાર રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી બની શકે છે. 


વિરાટ હાલ ટી20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં 2928 રનની સાથે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. જો તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સિરીઝમાં 72 રન બનાવી લેશે તો તે 3000 રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન બની જશે. તેણે અત્યાર સુધી 85 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ 2928 રન બનાવ્યા છે, જેની એવરેજ 50.48ની છે. 


આ પણ વાંચોઃ ICC Test Rankings: રિષભ પંત ટેસ્ટમાં બેસ્ટ રેન્કિંગ પર પહોંચ્યો, રોહિત-અશ્વિનને પણ થયો ફાયદો


વિરાટે અત્યાર સુધી ટી20 આંતરરાષ્ટ્રીયમાં કોઈ સદી ફટકારી નથી પરંતુ તેમના નામે 25 અડધી સદી છે. ભારતીય કેપ્ટનનો આ ફોર્મેટમાં સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 94 રન છે, જે તેણે ડિસેમ્બર 2019માં હૈદરાબાદમાં વિન્ડિઝ વિરુદ્ધ બનાવ્યો હતો. 


અત્યાર સુધી ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ રન વિરાટ કોહલીનું નામ છે, ત્યારબાદ રોહિત શર્મા (2939) નો નંબર આવે છે. માર્ટિન ગુપ્ટિલ (2,773)  ત્રીજા અને આરોન ફિન્ચ (2,346) ચોથા નંબર પર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube