india vs england  : ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોતાના આગામી એડિશનની શરૂઆત ઈંગ્લેન્ડની વિરુદ્ધ પાંચ ટેસ્ટ મેચની સીરિઝ સાથે કરશે. જીહાં, આગામી વર્ષે જૂનમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડની મુલાકાત કરવાની છે. જ્યાં બંને દેશોની વચ્ચે 5 ટેસ્ટ મેચની સીરિઝ રમવામાં આવશે. તેનું આખું શિડ્યુલ આવી ચૂક્યું છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ BCCI એ આ સીરિઝનુ શિડ્યુલ જાહેર કર્યું છે. આવો જાણીએ, ક્યારે અને કયા મેદાન પર સીરિઝ રમાડવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2025-27 ની વચ્ચે  WTC એડિશન
હાલ તમામ ટીમ 2025 માં રમાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં સ્થાન મેળવવા મહેનત કરી રહી છે. તેના બાદ આગામી WTC એડિશ 2025 થી 2027 સુધી ચાલશે. તે હાલની એડિશનના ફાઈનલની એકદમ બાદ શરૂ થશે, જે ઈંગ્લેન્ડમાં જ રમાશે. હાલની WTC એડિશનના પોઈન્ટ્સ ટેબલની વાત કરીએ તો, ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા ટોપ-2 પર છે. ભારત ટોપ પર છે, જ્યારે કે ઓસ્ટ્રેલિયા બીજા સ્થાન પર છે. બંને ટીમની વચ્ચે વર્ષના અંતમાં 5 ટેસ્ટ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમાડવામાં આવશે. 


 


વોર ઝોનમાંથી પસાર થશે ટ્રેન : વડાપ્રધાન મોદી હશે અંદર, બાઈડેન અને મેક્રોન પણ કરી ચૂક્યા છે મુસાફરી


આરામ માટે સમય આપવામાં આવે છે
પ્રથમ અને બીજી ટેસ્ટ વચ્ચે એક સપ્તાહનો અને ત્રીજી અને ચોથી ટેસ્ટ વચ્ચે આઠ દિવસનો ગેપ આપવામાં આવ્યો છે, જે ખેલાડીઓને આરામ કરવા માટે પૂરતો સમય આપે છે. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ વ્યૂહાત્મક રીતે મેચોને એવા સ્થળોએ મુકી છે જ્યાં ઈંગ્લેન્ડના સ્વિંગ બોલરોને અલગ ફાયદો થશે.


ભારત 2007થી જીત્યું નથી
ભારતે 2007 પછી ઈંગ્લેન્ડમાં હજુ સુધી કોઈ ટેસ્ટ શ્રેણી જીતી નથી. જો કે, ત્રણ વર્ષ પહેલા 2021માં ભારત જીતની નજીક પહોંચ્યું હતું, પરંતુ શ્રેણી 2-2થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી. છેલ્લી વખત ભારતે 2021માં વિરાટ કોહલીના નેતૃત્વમાં ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો, ત્યારે ટીમ 14 વર્ષ પછી યુકેમાં શ્રેણી જીતવાની નજીક પહોંચી હતી. આ વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરી-માર્ચમાં બંને ટીમો વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ હતી, જેમાં ભારતે 4-1થી જીત મેળવી હતી. યશસ્વી જયસ્વાલ બે બેવડી સદી સહિત 700 થી વધુ રન ફટકારીને આ શ્રેણીની સ્ટાર તરીકે ઉભરી આવી.


10 લાખ નહીં મહિલાઓ 15 લાખ રૂપિયા સુધીની કરાવી શકશે મફત સારવાર, જાણો કઈ છે આ યોજના