INDvsNZ 2nd ODI: વિરાટ બ્રિગેટ માટે ઓકલેન્ડમાં `કરો યા મરો`, ટીમમાં થઈ શકે છે આ ફેરફાર
સિરીઝની પ્રથમ મેચમાં બોલિંગ અને ફીલ્ડિંગમાં કમી ઉજાગર થયા બાદ ભારતીય ટીમ હવે તેને ભૂલીને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શનિવારે બીજી વનડે મેચમાં ઉતરશે.
ઓકલેન્ડઃ ટી-20 સિરીઝ 5-0થી જીત્યા બાદ ભારતીય ટીમે ત્રણ વનચે મેચોના પહેલા મુકાબલામાં ચાર વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. સિરીઝની પ્રથમ મેચમાં બોલિંગ અને ફીલ્ડિંગમાં નબળાઇ સામે આવ્યા બાદ ટીમ ઈન્ડિયા હવે તેને સુધારીને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શનિવારે બીજી વનડે મેચમાં ઉતરશે. ઓકલેન્ડમાં આ મુકાબલો ભારતીય સમાયાનુસાર સવારે 7.30 કલાકે શરૂ થશે.
ઓકલેન્ડના ઈડન પાર્ક મેદાન નાનું હોવાથી બીજી બેટિંગ કરનારી ટીમને ફાયદો થશે. ન્યૂઝીલેન્ડે અહીં બંન્ને ટી20 મેચોમાં પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, પરંતુ ભારતે અલગ-અલગ સ્થિતિમાં સરળતાથી લક્ષ્યનો પીછો કર્યો હતો.
વાપસી કરી વનડે સિરીઝ જીતવાનું દબાવ
ભારતીય ટીમે આમ તો વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એક મેચ હાર્યા બાદ વાપસી કરીને વનડે સિરીઝ જીતી છે અને અહીં પણ તેનો ઈરાદો આમ કરવાનો હશે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ચેન્નઈમાં અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મુંબઈમાં ભારતે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોએ પ્રથમ વનડેમાં ભારત પર સંપૂર્ણ રીતે દબાવ બનાવ્યો અને ભારતીય બોલરોની પાસે તેનો કોઈ જવાબ નહતો. પ્રથમ વનડેમાં વિકેટની શોધમાં કેપ્ટન વિરાટ કોહલીએ વારં-વાર જસપ્રીત બુમરાહ પર વિશ્વાસ કર્યો હતો. ભારતે વધુ પડતી નિર્ભરતાથી બચવું પડશે.
ભારતની ફીલ્ડિંગ પણ પાછલી મેચમાં ખરાબ રહી હતી. ચેન્નઈ, મુંબઈ અને હેમિલ્ટનમાં દરેક જગ્યાએ હારનું મહત્વનું કારણ ખરાબ ફીલ્ડિંગ રરી હતી. બાંગ્લાદેશ વિરુદ્ધ સિરીઝ બાદ ભારતની ફીલ્ડિંગનું સ્તર નીચે આવ્યું છે અને ટીમે મળીને તેમાં સુધાર કરવો પડશે.
નવદીપને તક, તો શાર્દુલ ઠાકુર બહાર
ભારતીય ટીમે શુક્રવારે પ્રેક્ટિસ કરી હતી. નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુર બંન્નેએ બોલિંગ અને બેટિંગ કરી હતી. ઠાકુર ટી20 મેચમાં મોંઘો સાબિત થયો હતો અને પ્રથમ વનડેમાં બોલિંગ અને બેટિંગ કરી હતી. ઠાકુર ટી20 મેચમાં મોંઘો સાબિત થયો અને પ્રથમ વનડેમાં પણ ક્ષમતા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી. ભારત તેના સ્થાને સૈનીને ઉતારી શકે છે.
આ સિવાય ટીમમાં કેદાર જાધવની ભૂમિકા પર પણ સવાલ ઉઠી રહ્યાં છે. પસંદગીકારોએ ટીમમાં સંતુલન માટે તેને અંતિમ ઈલેવનમાં રાખ્યો, પરંતુ કોહલીએ હેમિલ્ટનમાં તેના પાસે એક ઓવર પણ બોલિંગ ન કરાવી. લગભગ નાની બાઉન્ડ્રીને કારણે આમ કરવામાં આવ્યું, પરંતુ અહીં મેદાન વધુ નાનું છે. તેવામાં શિવમ દુબે કે મનીષ પાંડેને ઉતારવો સારૂ રહેશે.
ન્યૂઝીલેન્ડ માટે ટી20 સિરીઝમાં હાર બાદ ટીમમાં ફેરફાર સુખદ રહ્યો. ટોમ લાથમે મધ્યમક્રમમાં ઉપયોગી બેટિંગ કરી હતી. હેનરી નિકોલ્સે પણ સારૂ પ્રદર્શન કર્યું હતું. રોસ ટેલર પોતાનું ફોર્મ જાળવી રાખવા ઈચ્છશે. કેપ્ટન કેન વિલિયમ્સન ફિટનેસના કારણે બહાર છે. ઈશ સોઢીના સ્થાને છ ફુટ આઠ ઈનિંગના લાંબા જેમિસનને ઉતારવામાં આવશે.
ટીમ આ પ્રકારે છે-
ભારતઃ વિરાટ કોહલી, પૃથ્વી શો, મયંક અગ્રવાલ, કેએલ રાહુલ (વિકેટકીપર), મનીષ પાંડે, રિષભ પંત, શ્રેયસ અય્યર, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની.
ન્યૂઝીલેન્ડઃ ટોમ લાથમ (કેપ્ટન અને વિકેટકીપર), માર્ટિન ગુપ્ટિલ, રોસ ટેલર, કોલિન ડિ ગ્રાન્ડહોમ, જિમી નીશામ, સ્કોટ કુગ્ગેલેન, ટોમ બ્લંડેલ, હેનરી નિકોલ્સ, મિશેલ સેન્ટનર, હામિશ બેનેટ, ટિમ સાઉદી, કાઇલ જેમિસન, માર્ક ચેપમેન.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube