માન્ચેસ્ટરઃ  આઈસીસી વિશ્વ કપ-2019ની પ્રથમ સેમિફાઇનલ મેચ ઓલ્ડ ટ્રેફર્ડમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 8 વિકેટે 239 રન બનાવ્યા છે અને ભારતને જીતવા માટે 240 રનનો ટાર્ગેટ આપ્યો છે. ન્યૂઝીલેન્ડ તરફથી રોસ ટેલરે 74 અને કેન વિલિયમસને 67 રન બનાવ્યા હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 10 ઓવરમાં 1 મેડન સાથે 43 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય બુમરાહ, જાડેજા, ચહલ અને પંડ્યાને એક-એક સફળતા મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતના 150 રન પૂરા
ભારતે 40 ઓવરમાં 150 રન બનાવી લીધા છે. જાડેજા 39 અને ધોની 24 રન બનાવી ક્રીઝ પર છે. ભારતને અંતિમ 10 ઓવરમાં જીતવા માટે 90 રનની જરૂર છે.

ભારતના 100 રન પૂરા
ભારતીય ટીમે 32.3 ઓવરમાં પોતાના 100 રન પૂરા કર્યા છે. એમએસ ધોની 12 અને જાડેજા 9 રન બનાવી ક્રીઝ પર છે. 

ભારત 92/6 (30.3)
હાર્દિક પંડ્યા 32 રન બનાવી આઉટ. ભારતે છઠ્ઠી વિકેટ ગુમાવી. 

ભારત 92/5 (30 ઓવર)
એમએસ ધોની 10 અને હાર્દિક પંડ્યા 32 રન બનાવી ક્રીઝ પર છે. ભારતે 20 ઓવરમાં 148 રનની જરૂર છે. 


ભારત 77/5 (25 ઓવર)
ધોની 1 અને પંડ્યા 26 રન બનાવી ક્રીઝ પર છે. ભારતની અડધી ઈનિંગ પૂરી થઈ ગઈ છે. હવે વરસાદ પણ આવે તો ભારત માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. 


ભારત 71/5 (22.5 ઓવર)
સેન્ટનરને મળી સફળતા. રિષભ પંત 32 રન બનાવી આઉટ. ભારતે પાંચમી વિકેટ ગુમાવી.

ભારત 70/4 (20 ઓવર)
20 ઓવરમાં ભારતે 4 વિકેટે 70 રન બનાવી લીધા છે. પંત 31 અને પંડ્યા 22 રન બનાવી ક્રીઝ પર છે.  


ભારત 62/4 (19 ઓવર)
પંત 27 અને પંડ્યા 19 રન બનાવી રમતમાં. ફર્ગ્યુસનની ઓવરમાં કુલ 2 રન બન્યા. 


ભારત 60/4 (18 ઓવર)
પંત 25 અને પંડ્યા 19 રન બનાવી ક્રીઝ પર. ડિ ગ્રાન્ડહોમની ઓવરમાં કુલ 9 રન બન્યા. 


ભારત 51/4 (17 ઓવર)
પંત 24 અને પંડ્યા 12 રન બનાવી ક્રીઝ પર. ભારતે 17મી ઓવરમાં પૂરા કર્યા 50 રન. 


ભારત 47/4 (16 ઓવર)
પંત 23 અને પંડ્યા 10 રન બનાવી રમતમાં. કોલિન ડિ ગ્રાન્ડહોમની ઓવરમાં કુલ 4 રન બન્યા. 


ભારત 43/4 (15 ઓવર)
ફર્ગ્યુસની ઓવરમાં કુલ 1 રન બન્યો. 15 ઓવરમાં ભારતે બનાવ્યા 43 રન. પંત, પંડ્યા ક્રીઝ પર. 


ભારત 42/4 (14 ઓવર)
પંડ્યા 9 અને પંત 19 રન બનાવી ક્રીઝ પર. 


ભારત 37/4 (13 ઓવર)
પંત 19 અને પંડ્યા 5 રન બનાવી ક્રીઝ પર. ફર્ગ્યુસનની ઓવરમાં પંતને મળ્યું એક જીવનદાર. 


ભારત 35/4 (12 ઓવર)
પંત 18 અને હાર્દિક 4 રન બનાવી ક્રીઝ પર. 


ભારત 30/4 (11 ઓવર)
હાર્દિક પંડ્યા 4 અને પંત 11 રન બનાવી આઉટ. બોલ્ટની ઓવરમાં એક બાઉન્ડ્રી સાથે 6 રન બન્યા. 


ભારત 24/4  (10 ઓવર)
પ્રથમ પાવરપ્લે પૂરો. ભારતે 10 ઓવરમાં 4 વિકેટે બનાવ્યા 24 રન. રાહુલ, રોહિત અને કોહલી 1-1 રન બનાવી આઉટ. કાર્તિક 6 રન બનાવી આઉટ. પ્રથમ પાવરપ્લેમાં હેનરીએ ઝડપી 3 વિકેટ. 


ભારત 19/3 (9 ઓવર)
દિનેશ કાર્તિક 6 અને પંત 7 રન બનાવી ક્રીઝ પર. કાર્તિકે 21મા બોલે પોતાનું ખાતું ખોલ્યું. બોલ્ડની ઓવરમાં 6 રન બન્યા. 


ભારત 13/3 (8 ઓવર)
પંત 7 અને કાર્તિક 0 રન બનાવી ક્રીઝ પર. હેનરીની ઓવરમાં ત્રણ રન બન્યા. 


ભારત 10/3 (7 ઓવર)
કાર્તિક 0 અને પંત 5 રન બનાવી ક્રીઝ પર. બોલ્ડે મેડન ઓવર ફેંકી. 


ભારત 10/3 (6 ઓવર)
રિષભ પંત 5 અને કાર્તિક 0 રન બનાવી ક્રીઝ પર. હેનરીની ઓવરમાં પંતે બાઉન્ડ્રી ફટકારી. 


ભારત 6/3 (5 ઓવર)
પંત 1 અને કાર્તિક 0 રન બનાવી આઉટ. બોલ્ટની ઓવરમાં 1 રન બન્યો. 


ભારત 5/3 (4 ઓવર)
કાર્તિક 0 અને પંત 0 રન બનાવી ક્રીઝ પર. હેનરીએ મેડન ઓવર ફેંકી. રાહુલની વિકેટ ઝડપી. 

ભારત 5/3 (3.1 ઓવર)
કેએલ રાહુલ 1 રન બનાવી આઉટ. ભારતે ત્રીજી વિકેટ ગુમાવી. ન્યૂઝીલેન્ડની શાનદાર બોલિંગ. 

ભારત 5/2 (2.4 ઓવર)
વિરાટ કોહલી 1 રન બનાવી આઉટ. ટ્રેન્ટ બોલ્ટે વિરાટ કોહલીને કર્યો LBW. ભારત મુશ્કેલીમાં.


ભારત 5/1 (2 ઓવર)
વિરાટ કોહલી 1 અને રાહુલ 1 રન બનાવી ક્રીઝ પર. મેટ હેનરીએ ન્યૂઝીલેન્ડે અપાવી સફળતા. 

ભારત 4/1 (1.3 ઓવર)
રોહિત શર્મા 1 રન બનાવી આઉટ. ન્યૂઝીલેન્ડને મળી મોટી સફળતા. 


ભારત 2/0 (1 ઓવર)
રોહિત શર્મા 1 અને રાહુલ 1 રન બનાવી ક્રીઝ પર. બોલ્ટની પ્રથમ ઓવરમાં બન્યા 2 રન.


આ પહેલા મંગળવારે વરસાદને કારણે રમત રોકાવા સમયે ન્યૂઝીલેન્ડે 46.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 211 રન બનાવ્યા હતા. 

માન્ચેસ્ટરમાં હવામાન સાફ
માન્ચેસ્ટરમાં ક્રિકેટ પ્રમાણે અત્યારે હવામાન સારૂ થઈ ગયું છે. આકાશ ખુલ્લું છે અને તડકો નિકળ્યો છે. સવારના સમયે રિઝર્વ ડે પર પણ વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. 


માન્ચેસ્ટરમાં રિઝર્વ ડે પર ભારત-ન્યૂઝીલેન્ડ આમને-સામને
આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી વિશ્વકપની સેમિફાઇનલ મેચ મંગળવારે વરસાદને કારણે અધુરી રહી હતી અને મેચ રિઝર્વ ડેમા પહોંચ્યો હતો. રિઝર્વ ડેના દિવસે મેચ ત્યાંથી શરૂ થશે, જ્યાં મેચ ડે પર સમાપ્ત થયો હતો. મેચ ડે દિવસે ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 4.1 ઓવરમાં 5 વિકેટ પર 211 રન બનાવ્યા હતા. આજે ન્યૂઝીલેન્ડે 3.5 ઓવર રમવાની છે.