માન્ચેસ્ટરઃ આઈસીસી વિશ્વ કપ-2019ની પ્રથમ સેમિફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ આમને-સામને છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 45.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 211 રન બનાવ્યા હતા. ત્યારબાદ વરસાદ શરૂ થયો હતો. અંતે વરસાદ શરૂ ન થતા હવે મેચનું પરિણામ રિઝર્વ-ડેના દિવસે આવશે. આવતીકાલે ન્યૂઝીલેન્ડ ફરી પોતાની અધુરી ઈનિંગથી રમવાનું શરૂ કરશે. મેચ ભારતીય સમયાનુસાર બપોરે 3 કલાકે ફરી શરૂ થશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વરસાદને કારણે હવે રિઝર્વ-ડેના દિવસે રમાશે મેચ
માન્ચેસ્ટરમાં ભારે વરસાદને કારણે આજની રમત શક્ય ન બનતા મેચ રિઝર્વ-ડેના દિવસે રમાશે. આવતીકાલે ફરી ન્યૂઝીલેન્ડ પોતાની બાકી રહેલી ઓવરમાં બેટિંગ કરશે. રિઝર્વ-ડેના દિવસે મેચ 50 ઓવરની રમાશે. પરંતુ માન્ચેસ્ટરમાં આવતીકાલે પણ વરસાદની સંભાવના છે. જો કાલે પણ વરસાદને કારણે રમત શક્ય ન બને તો પોઈન્ટ ટેબલના આધારે ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી જશે. 



વરસાદ ફરી શરૂ
માન્ચેસ્ટરમાં ફરી વરસાદ શરૂ થઈ ગયો છે અને પિચને કવરથી ઢાંકી દેવામાં આવી છે. તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે મેચ રિઝર્વ ડેમાં જઈ શકે છે. 


દર ચાર મિનિટે કપાશે એક ઓવર
માન્ચેસ્ટરમાં હજુ વરસાદ શરૂ છે. ત્યારે જો આજે મેચ શરૂ થશે તો ઓવર કપાશે. ભારતીય ટીમને હવે નવો રિવાઇઝ ટાર્ગેટ મળી શકે છે. ભારતીય સમયાનુસાર રાત્રે 9 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. આ સમય બાદ દર ચાર મિનિટે એક ઓવર કાપવામાં આવશે. 


ન્યૂઝીલેન્ડ 202/5 (45 ઓવર)
રોસ ટેલર 60 અને ટોમ લાથમ 1 રન બનાવી ક્રીઝ પર. અંતિમ પાંચ ઓવરની રમત બાકી. 

ન્યૂઝીલેન્ડ 200/5 (44.4 ઓવર)
ભુવનેશ્વર કુમારને મળી સફળતા. કોલિન ડિ ગ્રાન્ડહોમ 16 રન બનાવી આઉટ. ન્યૂઝીલેન્ડે પાંચમી વિકેટ ગુમાવી. 

ન્યૂઝીલેન્ડ 162/4 (41 ઓવર)
ન્યૂઝીલેન્ડે ગુમાવી ચોથી વિકેટ. જેમ્શ નીશામ 12 રન બનાવી આઉટ. હાર્દિક પંડ્યાને મળી સફળતા.


ન્યૂઝીલેન્ડ 155/3 (40 ઓવર)
રોસ ટેલર 38 અને જેમ્શ નીશામ 7 રન બનાવી ક્રીઝ પર. મિડલ ઓવરમાં ભારતની શાનદાર બોલિંગ. અંતિમ 10 ઓવરની રમત બાકી. 

ન્યૂઝીલેન્ડ 151/3 (39 ઓવર)
ન્યૂઝીલેન્ડની ટીમ ખૂબ ધીમી બેટિંગ કરી રહી છે. ટીમે 39 ઓવરમાં પોતાના 150 રન પૂરા કર્યાં છે. ભારતીય બોલરોએ મેચમાં મજબૂત પકડ બનાવી લીધી.

ન્યૂઝીલેન્ડ 134/3 (35.2 ઓવર)
ચહલે ભારતને અપાવી મોટી સફળતા. કેન વિલિયમસન 67 રન બનાવી આઉટ. ન્યૂઝીલેન્ડે ત્રીજી વિકેટ ગુમાવી.


ન્યૂઝીલેન્ડ 133/3 (35 ઓવર)
કેન વિલિયમસન 67 અને રોસ ટેલર 24 રન બનાવી ક્રીઝ પર. જાડેજાનો સ્પેલ પૂરો. 10 ઓવરમાં 34 રન આપીને ઝડપી 1 વિકેટ. 


ન્યૂઝીલેન્ડ 113/2 (30 ઓવર)
કેન વિલિયમસન 50 અને રોસ ટેલર 21 રન બનાવી ક્રીઝ પર છે. બંન્ને વચ્ચે 70 બોલમાં 44 રનની ભાગીદારી થઈ છે. 


ન્યૂઝીલેન્ડના 100 રન પૂરા
ન્યૂઝીલેન્ડે 28.1 ઓવરમાં પોતાના 100 રન પૂરા કર્યાં હતા. રોસ ટેલર અને કેન વિલિયમસન ભારતના સ્પિન બોલરો સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. 


ન્યૂઝીલેન્ડ 83/2 (25 ઓવર)
કેન વિલિયમસન 36 અને રોસ ટેલર 7 રન બનાવી ક્રીઝ પર. ભારતીય સ્પિનરોની શાનદાર બોલિંગ. 

ન્યૂઝીલેન્ડ 73/2 (20 ઓવર)
કેન વિલિયમસન 32 અને રોસ ટેલર 2 રન બનાવી ક્રીઝ પર છે. ન્યૂઝીલેન્ડ બે વિકેટ ગુમાવી ચુક્યું છે. ભારત તરફથી જસપ્રીત બુમરાહ અને જાડેજાને એક-એક સફળતા મળી છે. 

ન્યૂઝીલેન્ડ 69/2 (18.2 ઓવર)
જાડેજાએ ભારતને અપાવી બીજી બીજી સફળતા. હેનરી નિકોલ્સ 28 રન બનાવી આઉટ. 

ન્યૂઝીલેન્ડ 55/1 (15 ઓવર)
કેન વિલિયમસન 27 અને હેનરી નિકોલ્સ 25 રન બનાવી બેટિંગ કરી રહ્યાં છે. 


ન્યૂઝીલેન્ડના 50 રન પૂરા
ન્યૂઝીલેન્ડે ધીમી શરૂઆત કરી હતી. ટીમે 14 ઓવરમાં પોતાના 50 રન પૂરા કર્યા છે. કેન વિલિયમસન 26 અને હેનરી નિકોલ્સ 23 રન બનાવી બેટિંગ કરી રહ્યાં છે. 


ન્યૂઝીલેન્ડ 27/1 (10 ઓવર)
પ્રથમ પાવરપ્લે પૂરો. ન્યૂઝીલેન્ડે 27 રન બનાવ્યા. ભારતને મળી એક સફળતા. 


ન્યૂઝીલેન્ડ 23/1 (9 ઓવર)
વિલિયમસન 12 અને હેનરી નિકોલ્સ 12 રન બનાવી રમતમાં.


ન્યૂઝીલેન્ડ 18/1 (8 ઓવર)
નિકોલ્સે ઈનિંગની પ્રથમ બાઉન્ડ્રી ફટકારી. બુમરાહની ઓવરમાં 8 રન બન્યા. 


ન્યૂઝીલેન્ડ 10/1 (7 ઓવર)
વિલિયમસન 6 અને નિકોલ્સ 3 રન બનાવી ક્રીઝ પર. ભુવનેશ્વરની ઓવરમાં 2 રન આપ્યા.

ન્યૂઝીલેન્ડ 8/1  (6 ઓવર)
વિલિયમસન 4 અને નિકોલ્સ 3 રન બનાવી ક્રીઝ પર. 


ન્યૂઝીલેન્ડ 7/1  (5 ઓવર)
નિકોલ્સ 3 અને વિલિયમસન 3 રન બનાવી ક્રીઝ પર. ભુવનેશ્વરની ઓવરમાં કુલ 5 રન બન્યા.


ન્યૂઝીલેન્ડ 2/1 (4 ઓવર)
કિન વિલિયમસન 1 અને નિકોલ્સ 0 પર રમતમાં. ગુપ્ટિલ 1 રન બનાવી આઉટ. બુમરાહને મળી સફળતા. 


ન્યૂઝીલેન્ડ 1/1 (3.3 ઓવર)
બુમરાહે ભારતને અપાવી પ્રથમ સફળતા. માર્ટિન ગુપ્ટિલ 1 રન નબાવી આઉટ. 


ન્યૂઝીલેન્ડ 1/0 (3 ઓવર)
ગુપ્ટિલ 1 અને નિકોલ્સ 0 પર રમતમાં. ત્રીજી ઓવરમાં ન્યૂઝીલેન્ડનું ખાતું ખુલ્યું. ભુવીની ઓવરમાં 1 રન બન્યો. 


ન્યૂઝીલેન્ડ 0/0 (2 ઓવર)
જસપ્રીત બુમરાહે બીજી ઓવર મેડન ફેંકી. 


ન્યૂઝીલેન્ડ 0/0 (1 ઓવર)
ભુવનેશ્વર કુમારે પ્રથમ ઓવર મેડન ફેંકી. ભારતે પ્રથમ બોલ પર રિવ્યૂનો કર્યો ઉપયોગ. પરંતુ મેદાની અમ્પાયરનો નિર્ણય યથાવત રહ્યો. ભારતે રિવ્યૂ ગુમાવ્યું. 



ભારતીય ટીમમાં એક ફેરફાર
ભારતે પોતાની અંતિમ ઇલેવનમાં એક ફેરફાર કર્યો છે. કુલદીપ યાદવના સ્થાને ચહલને ટીમમાં તક આપવામાં આવી છે. 


ન્યૂઝીલેન્ડઃ માર્ટિન ગુપ્ટિલ, હેનરી નિકોલ્સ, કેન વિલિયમસન, રોસ ટેલર, કોલિન ડી ગ્રાન્ડહોમ, ટોમ લાથમ, લોકી ફર્ગ્યુસન, જિમી નીશામ, ટ્રેન્ટ બોલ્ટ, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી. 


ભારતઃ રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), દિનેશ કાર્તિક,  હાર્દિક પંડ્યા, રિષભ પંત, એમએસ ધોની, રવીન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, અને જસપ્રીત બુમરાહ. 
 



રિઝર્વ ડેના દિવસે પણ વરસાદનો ખતરો 
આ વિશ્વ કપમાં સેમિફાઇનલ અને ફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. તેમ છતાં પણ માન્ચેસ્ટરમાં બંન્ને દિવસે વરસાદની શક્યતા છે. કાલે પણ વરસાદની 40 ટકા સંભાવના છે. તેવામાં કરી શકીએ તે પ્રથમ સેમિફાઇનલ પર વરસાદનો ખતરો છે. તે પણ બની શકે કે મેચમાં વરસાદ વિઘ્ન પાડે, પણ રદ્દ ન થાય. તેવામાં DLSની ભૂમિકા વધી જશે. આ પરિસ્થિતિમાં બંન્ને ટીમ પહેલા બેટિંગ કરવા ઈચ્છશે. 



ફાઇનલમાં પહોંચી શકે છે ભારત
વરસાદને કારણે સેમિફાઇનલ રદ્દ થાય તો ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં પ્રવેશ મળી જશે. આઈસીસીના નિયમ અનુસાર આવી સ્થિતિમાં તે ટીમ ફાઇનલમાં પ્રવેશ કરશે, જેનું પ્રદર્શન લીગ રાઉન્ડમાં સારૂ રહ્યું હોય. ભારતીય ટીમ લીગ રાઉન્ડ દરમિયાન પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહી, તેવામાં તેને સીધો ફાઇનલમાં પ્રવેશ મળી જશે. 


ડકવર્થ લુઈસનો નિયમ હશે ધ્યાનમાં
આ મેચમાં બંન્ને ટીમ જ્યારે મેદાન પર ઉતરશે, ત્યારે બંન્નેના મગજમાં રમતની એક્સ્ટ્રા રણનીતિ તે વાતને લઈને પણ હશે કે આ મેચમાં જો વરસાદ આવ્યો, તો ફરી ડકવર્થ લુઈસ નિયમ પણ રમતમાં પોતાનો રોલ નિભાવી શકે છે. તેવામાં બંન્ને ટીમો આ મેચમાં પોતાની રનરેટનું પણ ખાસ ધ્યાન રાખવા ઈચ્છશે. 


વર્લ્ડકપમાં માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર ભારતનું પ્રદર્શન


વર્ષ વિપક્ષી ટીમ પરિણામ  
1975 ન્યૂઝીલેન્ડ

4 વિકેટથી હાર્યું ભાર

 
1979 શ્રીલંકા

47 રનથી હાર્યું ભારત

 
1983 વેસ્ટ ઈન્ડિઝ

34 રનથી જીત્યું ભારત

 
1983 ઈંગ્લેન્ડ

6 વિકેટથી જીત્યું ભારત

 
1999 પાકિસ્તાન

47 રનથી જીત્યું ભારત

 
2019 પાકિસ્તાન

89 રનથી જીત્યું ભારત

 
2019 વેસ્ટ ઈન્ડિઝ

125 રનથી જીત્યું ભારત