નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ચાલી રહેલા વિશ્વ કપમાં વરસાદની ભૂમિકા પણ રહી છે. અત્યાર સુધી લીગ રાઉન્ડમાં ચાર મેચ વરસાદને કારણે રદ્દ થઈ ચુકી છે. હવે વરસાદનો ખતરો સેમિફાઇનલ પર આવી ગયો છે. હવામાન વિભાગ પ્રમાણે સેમિફાઇનલ પણ વરસાદને કારણે રદ્દ થઈ શકે છે. વિશ્વ કપમાં સેમિફાઇનલ અને પાઇનલ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. પરંતુ માનચેસ્ટરમાં રિઝર્વ ડે પર પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. તેવોમાં બની શકે કે પ્રથમ સેમિફાઇનલ વરસાદને કારણે રદ્દ થાય. હવે સવાલ છે જો મેચ રદ્દ થાય તો શું થશે... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વરસાદને કારણે જો સેમિફાઇનલ રદ્દ થાય તો તેનો સીધો ફાયદો ટીમ ઈન્ડિયાને મળશે. ભારતીય ટીમ સેમિફાઇનર રમ્યા વિના ફાઇનલમાં પહોંચી જશે. જી હા, અમે વાત કરી રહ્યાં નથી પરંતુ આઈસીસીના નિયમ આ કહે છે. નિયમો પ્રમાણે લીગ મેચમાં પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેનારી ટીમ ફાઇનલ રમશે. તેવામાં ભારત જો પોઈન્ટ ટેબલમાં નંબર 1ના સ્થાને છે, તે આરામથી ફાઇનલ માટે ક્વોલિફાઇ કરી લેશે. આ પહેલા સેમિફાઇનલમાં અત્યાર સુધી ક્યારેય આવું થયું નથી. 

World Cup 2019: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમિફાઇનલમાં વરસાદની શક્યતા 

હવે તે વાતની સંભાવના છે કે વરસાદને કારણે મેચ રદ્દ થાય. હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે મંગળવાર બપોરથી વરસાદ શરૂ થશે, જે સતત બે દિવસ ચાલશે. તેવામાં બની શકે કે ભારતીય ટીમ સેમિફાઇનલ રમ્યા વિના ફાઇનલમાં પહોંચી થશે. પરંતુ ફેન્સ ઈચ્છશે કે મેચ રમાઇ અને તેને મનોરંજન મળે. તેવું પણ બની શકે કે વરસાદને કારણે મેચમાં વિઘ્ન આવે, પરંતુ પછી DLSના આધાર પર નિર્ણય થશે.