માનચેસ્ટરઃ વિશ્વ કપની પ્રથમ સેમિફાઇનલ મંગળવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચ બપોરે 3 કલાકથી માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર શરૂ થશે. વનડે ક્રિકેટમાં ઓવરઓલ રેકોર્ડ પ્રમાણે જોઈએ તો ટીમ ઈન્ડિયાનો હાથ ઉપર છે. બંન્ને ટીમો વચ્ચે કુલ 106 મેચ રમાઇ છે. તેમાંથી ભારતે 55 તો ન્યૂઝીલેન્ડે 45મા વિજય મેળવ્યો છે. 5 મેચનું કોઈ પરિણામ આવ્યું નથી. વિશ્વ કપ 2009 બાદ પ્રથમવાર બંન્ને ટીમ આમને-સામને હતી. પરંતુ લીગ મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી. અહીં અમે તમને સેમિફાઇનલમાં ઉતરનારી બંન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ-11 વિશે જાણકારી આપી રહ્યાં છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતઃ જાડેજા કે કુલદીપ?
વોર્મ અપ મેચમાં રવીન્દ્ર જાડેજાએ ન્યૂઝીલેન્ડની સામે ત્યારે સારૂ પ્રદર્શન કર્યું હતું જ્યારે બાકી બેટ્સમેનો પરેશાન થઈ રહ્યાં હતા. શ્રીલંકા વિરુદ્ધ છેલ્લી લીગ મેચમાં પણ જાડેજાએ પ્રભાવિત કર્યાં હતા. તે મેચમાં તેને બેટિંગ કરવાની તક ન મળી, પરંતુ બોલિંગમાં તેણે સારૂ પ્રદર્શન કર્યું હતું. મોહમ્મદ શમી એક મેચના આરામ બાદ વાપસી કરશે. હવે તે જોવાનું રહેશે કે, કાર્તિક ટીમમાં રહેશે કે મયંક અગ્રવાલને તક મળશે. 


આ હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ XI 
રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), દિનેશ કાર્તિક અથવા મયંક અગ્રવાલ, હાર્દિક પંડ્યા, એમએસ ધોની, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, યુજવેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ. 

વિશ્વકપઃ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સેમિફાઇનલ મેચ પહેલા બોલ્યો કોહલી, બસ જીત પર નજર

ન્યૂઝીલેન્ડઃ ફર્ગ્યુસનની વાપસી નક્કી
આ વિશ્વ કપમાં અત્યાર સુધી ન્યૂઝીલેન્ડે સારૂ પ્રદર્શન કર્યું છે. પરંતુ છેલ્લી ત્રણ લીગ મેચમાં તેણે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તેની પાસે શાનદાર બોલિંગ આક્રમણ છે. તેમાં ટ્રેન્ટ બોલ્ટ અને ટિમ સાઉદીની સાથે લોકી ફર્ગ્યુસન પણ છે. ફર્ગ્યુસને પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યાં છે. હવે તે ફિટ થઈ ગયો છે, જેથી ટીમમાં તેની વાપસી નક્કી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ મેચમાં બે સ્પિનરો સાથે ઉતરી શકે છે. તેનો મતલબ થયો કે મેટ હેનરીએ બહાર રહેવું પડશે. સેન્ટનર પહેલાથી જ ટીમમાં છે. લેગ સ્પિનર ઈશ સોઢીને હેનરીના સ્થાને ટીમમાં તક આપવામાં આવી શકે છે. 


આ હોઈ શકે છે ન્યૂઝીલેન્ડની પ્લેઇંગ XI
માર્ટિન ગુપ્ટિલ, કોલિન મુનરો, કેન વિલિયમસન, રોસ ટેલર, કોલિન ડી ગ્રાન્ડહોમ, ટોમ લાથમ, લોકી ફર્ગ્યુસન, જિમી નીશામ, ટ્રેન્ટ બોલ્ટ, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી.