નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ચાલી રહેલા વિશ્વ કપમાં વરસાદે પણ પોતાની અલગ ભૂમિકા ભજવી છે. વિશ્વ કપ 2019મા ચાર મેચ વરસાદને કારણે રદ્દ થઈ ચુકી છે. હવે સેમિફાઇનલ પર વરસાદનો ખતરો દેખાઈ રહ્યો છે. મંગળવારે પ્રથમ સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ થવાનો છે. આ મેચ માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાશે. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે મંગળવારે માનચેસ્ટરમાં વરસાદની સંભાવના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક દિવસ પહેલા પણ થશે વરસાદ
માનચેસ્ટરમાં સોમવાર એટલે કે આજે પણ વરસાદને સંભાવના છે. હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે આજે રાત્રે વરસાદ થઈ શકે છે. તેવામાં પિચ ભીની થઈ શકે છે. તો આવતીકાલે સવારે પણ વસરાદની સંભાવના છે. જો તેવામાં પિચ સુકાઈ નહીં તો, મેચ રમાવી અશક્ય થઈ જશે. 


છવાયેલા રહેશે વાદળ, થઈ શકે છે વરસાદ
સેમિફાઇનલના દિવસે માનચેસ્ટરમાં વાદળ છવાયેલા રહેશે. 20 ટકા સંભાવના છે કે મેચમાં વસરાદનું વિઘ્ન આવે. તો માનચેસ્ટરના હવામાનમાં ભેજ રહેશે. હવાની ઝડપ 10-15 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. તાપમાન વધુમાં વધુ 21 ડિગ્રી સેલ્સિયસ રહેશે. હવામાન પ્રમાણે બોલરોને ફાયદો મળશે. પિચમાં ભેજ અને હવાનો ફાયદો ફાસ્ટ બોલર ઉઠાવી શકે છે. ભારત અને ન્યૂઝીલેન્ડ બંન્ને પાસે સારા ફાસ્ટ બોલર છે. 

વર્લ્ડ કપ 2019: સેમિફાઇનલમાં મજબૂત છે ટીમ ઈન્ડિયા, જાણો- અંતિમ ચારમાં કઈ ટીમની શું છે સ્થિતિ 

રિઝર્વ ડે પર પણ વરસાદનો ખતરો
વરસાદને કારણે જો કાલે મેચ ન રમાઇ તો, 10 જુલાઈએ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. પરંતુ તે દિવસે પણ વરસાદની સંભાવના છે. કાલની અપેક્ષાએ 10 જુલાઈએ વરસાદની 70 ટકા સંભાવના છે. તેવામાં કહી શકીએ તે સેમિફાઇનલ પર વરસાદની આફત છે. તે પણ બની શકે કે મેચમાં વરસાદનું વિઘ્ન નડે પણ મેચ રદ્દ ન થાય. તેવામાં DLSની ભૂમિકા વધી જશે. આ પરિસ્થિતિમાં બંન્ને ટીમ પ્રથમ બેટિંગ કરવા ઈચ્છશે. 


રદ્દ થવા પર ફાઇનલમાં પહોંચી જશે ભારત
જો રિઝર્વ ડે પર પણ વરસાદ થાય અને મેચ ન રમાઇ તો ભારતીય ટીમ સીધી વિશ્વ કપ ફાઇનલમાં પહોંચી જશે. આઈસીસીના નિયમો પ્રમાણે જે ટીમ વિશ્વ કપમાં પ્રથમ અને બીજા સ્થાને પૂરુ કરે છે, તેને આ ફાયદો મળે છે. તેવામાં મેચ રદ્દ થશે તો ભારતીય ટીમ ફાઇનલ માટે ક્વોલિફાઇ કરી લેશે.