નવી દિલ્હીઃ વર્ષ 2018માં મહેન્દ્ર સિંહ ધોનીના બેટની ધાક તેની શાખ પ્રમાણે ન રહી. પરંતુ આ વર્ષની શરૂઆતમાં ધોનીએ ફરી એકવાર પોતાનું ફોર્મ પરત મેળવી લીધું છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ વનડે રમીને ધોનીએ ન અહીં માત્ર અડધ સદીની હેટ્રિક લગાવી પરંતુ ટીમ ઈન્ડિયા માટે બે મેચ વિનિંગ ઈનિંગ રમીને મેન ઓફ ધ સિરીઝ પણ રહ્યો હતો. હવે બુધવારથી ધોની ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમવા માટે તૈયાર છે. જ્યાં ટીમ ઈન્ડિયા પાંચ મેચોની વનડે સિરીઝ રમશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝીલેન્ડમાં જ્યારે ધોની વનડે સિરીઝ રમવા માટે ઉતરશે, તો તેની નજર સચિન તેંડુલકરના રેકોર્ડને તોડવા પર પણ હશે. ન્યૂઝીલેન્ડમાં ધોનીએ અત્યાર સુધી 10 વનડે રમીને 456 રન બનાવ્યા છે. તે વનડે ક્રિકેટમાં અહીં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેનોની યાદીમાં ત્રીજા સ્થાને છે. જો ધોની આ સિરીઝમાં 197 રન બનાવી લે તો તે સચિનને પછાડીને પ્રથમ સ્થાને પહોંચી જશે. 



અમારી પાસે વિશ્વકપ 2019 જીતવાની શાનદાર તકઃ શોએબ મલિક
 


સચિને અહીં 18 મેચ રમીને ભારતીય બેટ્સમેનોમાં સૌથી વધુ 652 રન બનાવ્યા છે. ત્યારબાદ બીજા સ્થાન પર ટીમના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગનું નામ છે, જેણે કિવીલેન્ડમાં 12 મેચ રમીને 598 રન પોતાના નામે કર્યાં છે. હવે ધોની રંગમાં પરત ફરી ચુક્યો છે અને તેવામાં તેના ફેન્સને આશા છે કે, ધોની ન્યૂઝીલેન્ડમાં સૌથી વધુ રન કરનારા ભારતીય બેટ્સમેનોમાં પ્રથમ સ્થાને પહોંચી જશે. 



ICC ટ્વીટર હેન્ડલના કવર પેજ પર ધોની, ફેન્સ થયા ખુશ


ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા જાણકાર ધોનીના ફોર્મને લઈને સવાલ ઉઠાવી રહ્યાં હતા અને આ 37 વર્ષીય બેટ્સમેનને વિશ્વકપ માટે અયોગ્ય માનતા હતા. પરંતુ ધોનીએ બેટથી રન ફટકારીને પોતાના આલોચકોને ચુપ કરી દીધા છે.