નવી દિલ્હી: ન્યૂઝીલેંડના વિરૂદ્ધ ટીમ ઇન્ડીયા બે ટેસ્ટ મેચોની સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ કાનપુરમાં રમાઇ રહી છે. પહેલી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીને આરામ આપ્યો છે, એટલા માટે અજિંક્ય રહાણે કેપ્ટનશીપની જવાબદારી સંભાળી રહ્યા છે. મેચમાં શ્રેયર અય્યરએ પોતાનું ડ્રીમ ડેબ્યૂ કર્યું. આ દરમિયાન દર્શકોએ મેદાન પર ખૂબ ચર્ચામાં રહ્યા. આવો જાણીએ કેવી રીતે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયો થઇ રહ્યો છે વાયરલ
શ્રેયર અય્યરે પોતાની ડેબ્યૂ મેચમાં ધમાકેદાર ઇનિંગ રમી. આ ઇનિંગના લીધે અય્યરે દર્શકોનું દિલ જીતી લીધું છે. લોકો અય્યરના દીવાના થઇ ગયા છે. મેદાન પર દર્શકોએ ખૂબ વાહવાહી મેળવી છે. ફેન્સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક ગ્રુપના લોકો શ્રેયર અય્યર માટે બૂમો પાડતા જોવા મળી રહ્યા છે. યુવા તેમના માટે '10 રૂપિયાની પેપ્સી, અય્યર ભાઇ સેક્સી' બૂમો પાડૅતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. 


અય્યરે મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
ભારતના સ્ટાર બેટ્સમેન શ્રેયર અય્યર (Shreyas Iyer) ને ટીમ ઇન્ડીયના નિયમિત કેપ્ટન વિરાટ કોહલીની જગ્યાએ રમવાની તક મળી હતી, તેમણે આ અવસરનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. અય્યરે 171 બોલમાં ધમાકેદાર 105 રન બનાવ્યા છે. તેમની આ ઇનિંગમાં 2 સિક્સર અને 13 ચોગ્ગા સામેલ છે. અય્યર ભારત તરફથી ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર 16મા ભારતીય બની ગયા છે. સૌથી પહેલાં ભારત તરફથી ડેબ્યૂ ટેસ્ટમાં સદી લગાવનાર અમરનાથ હતા. તો બીજી તરફ ડેબ્યૂ ટેસ્ટમાં સૌથી મોટી ઇનિંગ શિખર ધવને 2013 માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમી હતી, તેમણે 187 રન બનાવ્યા હતા. રોહિત શર્મા અને વીરેન્દ્ર સહેવાગ પણ પોતાના ડેબ્યૂ ટેસ્ટમાં શતક લગાવી ચૂક્યો છે. અય્યર ઘરમાં સેંચૂરી લગાવનાર 10મા બેટ્સમેન બની ગયા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube