IND vs NZ: કાલે ચોથી ટી-20, સિરીઝ જીત્યા બાદ પ્રયોગ કરી શકે છે ટીમ ઈન્ડિયા
મોહમ્મદ શમીની શાનદાર અંતિમ ઓવર અને રોહિત શર્માની બે છગ્ગાની મદદથી ભારતે બુધવારે ન્યૂઝીલેન્ડને સુપર ઓવરમાં હરાવીને પાંચ મેચોની સિરીઝમાં 3-0થી અજેય સરસાઈ બનાવી લીધી છે.
નવી દિલ્હીઃ સિરીઝમાં અજેય સરસાઈ બનાવ્યા બાદ ભારત શુક્રવારે વેલિંગ્ટનમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ચોથી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં બેન્ચ સ્ટ્રેન્થને અજમાવી શકે છે. પરંતુ વિરાટ કોહલીની ટીમ યજમાન વિરુદ્ધ અતિ ઉત્સાહથી બચવા ઈચ્છશે. આ મેચ ભારતીય સમયાનુસાર બપોરે 12.30 કલાકે શરૂ થશે.
ટીમ ઈન્ડિયાની પાસે 3-0ની અજેય સરસાઈ
મોહમ્મદ શમીની શાનદાર અંતિમ ઓવર અને રોહિત શર્માની બે છગ્ગાની મદદથી ભારતે બુધવારે ન્યૂઝીલેન્ડને સુપર ઓવરમાં હરાવીને પાંચ મેચોની સિરીઝમાં 3-0થી અજેય સરસાઈ બનાવી લીધી છે.
ભારતે ન્યૂઝીલેન્ડની ધરતી પર પ્રથમવાક વનડે સિરીઝ જીતી. બંન્ને ટીમો ગુરૂવારે યાત્રા કરીને હેમિલ્ટનથી વેલિંગ્ટન પહોંચી અને શનિવારે માઉન્ટ માઉંગાનુઈ રવાના થશે, જ્યાં રવિવારે અંતિમ ટી20 મેચ રમાશે જેથી બંન્ને ટીમોને નેટ અભ્યાસ માટે વધુ સમય મળશે નહીં.
પાંચ મેચોની ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝ વધુ જોવા મળતી નથી અને ભારતે પહેલા જ સિરીઝ જીત્યા બાદ બંન્ને ટીમો આ વર્ષે રમાનારા ટી20 વિશ્વકપને જોતા બાકી બચેલી મેચોમાં તમામ સંયોજનોને અજમાવવા ઈચ્છશે.
ઈજાને કારણે ભારત વિરુદ્ધ વનડે સિરીઝ માટે ન્યૂઝીલેન્ડે નવા બોલરની કરી પસંદગી
સેમસન અને પંત પ્લેઇંગ ઇલેવનની રેસમાં
ભારતીય ટીમની પાસે 5-0થી ક્લીન સ્વીપ કરવાની સાથે ઈતિહાસ રચવાની તક છે. ભારત જો પ્રયોગ કરવાનો વિકલ્પ પસંદ કરે છે તો સંજૂ સેમસન અને રિષબ પંતને તક આવી શકાય છે. પંતને અંતિમ ઇલેવનમાં તક મળવાની સંભાવના વધુ છે, પરંતુ તેની પસંદગી પર નિર્ભર રહેશે કે ક્યાં બેટ્સમેનને બહાર કરવામાં આવે છે અને લોકેશ રાહુલ વિકેટકીપિંગ જારી રાખે છે કે નહીં.
ટોપ ત્રણમાં રોહિત શર્મા, રાહુલ અને કોહલીની ટીમમાં જગ્યા પાકી છે, જ્યારે અય્યર શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. મનીષ પાંડે અને શિવમ દુબેને વધુ એક તક આપવાની જરૂર છે. ટોપ ચારમાંથી કોઈપણ બેટ્સમેનને આગામી બે મેચોમાં આરામ આપી શકાય છે. આગામી બે મેચોમાં જો એક-એક કરીને રોહિત તથા કોહલીની આરામ આપવામાં આવે તો ચોંકાવનારી વાત હશે નહીં અને તેનાથી યુવા ખેલાડીઓને તક આપવાનો માર્ગ સરળ બનશે.
બોલિંગ વિભાગમાં ફેરફારની વધુ આશા છે. વોશિંગટન સુંદર, કુલદીપ યાદવ અને નવદીપ સૈની તકની રાહ જોઈ રહ્યાં છે. ત્રણેયને એક સાથે તક મળશે નહીં, પરંતુ ટીમ મેનેજમેન્ટ એક સ્પિનર અને એક ફાસ્ટ બોલરને રોટેટ કરી શકે છે.
શાર્દુલના સ્થાને સૈનીને મળી શકે છે તક
સુંદર ઓસ્ટ્રેલિયાના મોટા મેદાનો પર કોહલીની નવા બોલની રણનીતિનો ભાગ છે અને તેને આગામી બે મેચોમાં રમવાની તક મળી શકે છે. શાર્દુલની જગ્યાએ સૈનીને અંતિમ ઇલેવનમાં સામેલ કરી શકાય છે. જસપ્રીત બુમરાહના રમવા પર પણ નિર્ણય કરી શકાય છે. હેમિલ્ટનમાં બુમરાહ મોંઘો સાબિત થયો હતો. તે વનડે અને ટેસ્ટ ટીમમાં પણ સામેલ છે અને તેના પર કામના વધુ ભારને જોતા તેને પણ આરામ આપવાની આશા છે.
ન્યૂઝીલેન્ડની અંતિમ ઇલેવનમાં પણ ફેરફાર નક્કી છે. કોલિન ડી ગ્રાન્ડહોમને અંતિમ બે મેચ માટે ટીમમાં સ્થાન મળ્યું નથી તેના સ્થાને બેટ્સમેન ટોમ બ્રૂસને સામેલ કરવામાં આવ્યો છે. યજમાન ટીમ પોતાના બેટિંગ ક્રમને મજબૂત કરી શકે છે કારણ કે અત્યાર સુધી તેનો મધ્યમક્રમ આશા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી.
AUS OPEN: સોફિયા કેનિન અને મુગૂરુઝા વચ્ચે રમાશે મહિલા સિંગલ્સની ફાઇનલ
ચોથી મેચમાં ન્યૂઝીલેન્ડ પણ કરી શકે છે પ્રયોગ
લોકોનું આ સાથે માનવું છે કે વિલિયમ્સને ઈનિંગનો પ્રારંભ કરવો જોઈએ. હેમિલ્ટનમાં શાનદાર ઈનિંગ રમનાર વિલિયમ્સન જો ગુપ્ટિલની સાથે ઈનિંગનો પ્રારંભ કરે છે કો મુનરોએ બેટિંગ ક્રમમાં નીચે આવવું પડશે. સેન્ટનરને બુધવારે બેટિંગ ક્રમમાં ઉપર મોકલવામાં આવ્યો હતો અને હવે તે જોવાનું રહેશે કે કીવી આ પ્રકારનો પ્રયોગ જારી રાખે છે કે નહીં.
ભારતઃ રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, યુજવેન્દ્ર ચહલ અને મોહમ્મદ શમી.
ન્યૂઝીલેન્ડઃ માર્ટિન ગુપ્ટિલ, કોલિન મુનરો, કેન વિલિયમ્સન, રોસ ટેલર, ટિમ સેફર્ટ, ટોમ બ્રૂસ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉદી, ઈશ સોઢી, બ્લેયર ટિકનર, હાશિમ બેનેટ.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube