નવી દિલ્હીઃ વિરાટની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા આગામી વર્ષે જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. આ દરમિયાન ભારતીય ટીમ કીવી ટીમ વિરુદ્ધ લિમિટેડ ઓવરની ક્રિકેટ રમશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાન્યુઆરીમાં ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર 5 વનડે અને 3 ટી-20 મેચની શ્રેણી રમશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડે શ્રેણીની પ્રથમ મેચ 23 જાન્યુઆરીથી નેપિરયમાં રમાશે. 


બીજી વનડે 26 જાન્યુઆરીએ માઉન્ટ મૌંગાનુઈ, ત્રીજી વનડે 28 જાન્યુઆરીએ માઉન્ટ મૌંગાનુઈ. ચોથી વનડે 31 જાન્યુઆરીએ હેમિલ્ટન અને પાંચમો તથા અંતિમ વનડે 3 ફેબ્રુઆરીએ વેલિંગ્ટનમાં રમાશે. 


વનડે શ્રેણી બાદ બંન્ને ટીમો વચ્ચે ટી-20 શ્રેણી રમાશે. ટી-20 શ્રેણીનો પ્રથમ મેચ 6 ફેબ્રુઆરીએ વેલિંગ્ટન, બીજી મેચ 8 ફેબ્રુઆરીએ ઓકલેન્ડ અને ત્રીજી મેચ 10 ફેબ્રુઆરીએ હેમિલ્ટનમાં રમાશે. 


ન્યૂઝીલેન્ડ ક્રિકેટે (NZC) ભારતના યજમાન પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટ્સની સાથે સમજુતી મુજબ આઠ ફેબ્રુઆરીએ ઓકલેન્ડમાં રમાનારી બીજી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ સિવાય તમામ મેચની શરૂઆત એક કલાક મોડી કરવાનો નિર્ણય કર્યો છે. 


પ્રથમ અને ત્રીજી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ સ્થાનિક સમયાનુસાર રાત્રે આઠ કલાકે શરૂ થશે જ્યારે ઓકલેન્ડ મેચ એક કલાક પહેલા રમાશે. 


ઓકલેન્ડમાં રમાનારી ટી-20ના સમયમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી કારણ કે રહેણાક વિસ્તારની નજીક હોવાને કારણે ઇડન પાર્કમાં રાત્રે રમાનારી સ્પર્ધાની સંખ્યા નક્કી છે. 


એનઝેડસીના મુખ્ય કાર્યકારી અધિકારી એંથોની ક્રમીએ કહ્યું, એનઝેડસી ઓકલેન્ડના ઇડન પાર્કમાં વધુ મેચ યોજવાનું પસંદ કરે છે પરંતુ આ સ્થળ પર સમયસીમા નક્કી હોવાને કારણે આમ કરી શકાયું નથી. 


આ પહેલા ભારતે અંતિમ વાર ન્યૂઝીલેન્ડનો પ્રવાસ 2013-2014માં કર્યો હતો. આ પ્રવાસમાં કીવી ટીમે ભારતને 5 મેચોની વનડે શ્રેણીમાં 4-0થી પરાજય આપ્યો હતો. 


વનડે શ્રેણી


પ્રથમ વનડેઃ 23 જાન્યુઆરી, નેપિયર


બીજી વનડેઃ 26 જાન્યુઆરી, માઉન્ટ મૌંગાનુઇ


ત્રીજી વનડેઃ 28 જાન્યુઆરી, માઉન્ટ મૌંગાનુઇ


ચોથી વનડેઃ 31 જાન્યુઆરી હેમિલ્ટન


પાંચમી વનડેઃ 3 ફેબ્રુઆરી, વેલિંગ્ટન


ટી-20 શ્રેણી


પ્રથમ ટી-20: 6 ફેબ્રુઆરી, વેલિંગ્ટન


બીજી ટી-20: 8 ફેબ્રુઆરી ઓકલેન્ડ


ત્રીજી ટી-20: 10 ફેબ્રુઆરી, હેમિલ્ટન