IND vs NZ XI: પ્રેક્ટિસ મેચ ડ્રો, રિષભ પંત અને અગ્રવાલની અડધી સદી
ઓપનર મયંક અગ્રવાલ અને રિષભ પંતે શાનદાર બેટિંગ કરી અને 10 રન જોડ્યા હતા. ઈન્ડિયન ટીમ પ્રથમ ઈનિંગમાં 263 રન પર ઓલઆઉટ થઈ ગઈ, ત્યારબાદ ન્યૂઝીલેન્ડ ઇલેવનને ભારતીય બોલરોએ 235 રનમાં ઢેર કરી દીધી હતી.
હેમિલ્ટનઃ ભારત અને ન્યૂઝીલેન્ડ ઇલેવન વચ્ચે રમાયેલી ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ ડ્રો રહી છે. મેચના ત્રીજા અને અંતિમ દિવસે રવિવારનો અંત ભારતે પોતાની ઈનિંગની બીજી ઈનિંગમાં 4 વિકેટના નુકસાન પર 252 રનની સાથે કર્યો હતો. ભારત માટે સારી વાત તે રહી કે ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલે પોતાના ફોર્મમાં વાપસી કરતા 81 રન બનાવ્યા હતા. આ સિવાય રિષબ પંતે 65 બોલમાં 70 રનનું યોગદાન આપ્યું હતું.
ભારતે દિવસની શરૂઆત 59 રન પર વિના વિકેટે કરી હતી. બીજા દિવસે 35 રન પર અણનમ રહેલ પૃથ્વી શો માત્ર 4 રન પોતાના ખાતામાં જોડીને 39 રનપર આઉટ થયો હતો. ડાર્લી મિશેલે પૃથ્વીને આઉટ કર્યો હતો. શુભમન ગિલ ફરી ફ્લોપ રહ્યો અને તેણે માત્ર 9 રન બનાવ્યા હતા. તેની વિકેટ કુલ 82ના સ્કોર પર પડી હતી.
અહીંથી મયંક અને પંતે શાનદાર ભાગીદારી કરી અને વધુ 100 રન જોડ્યા હતા. 182ના કુલ સ્કોર પર મયંક રિટાયર્ડ થઈ ગયો હતો. તેણે પોતાની ઈનિંગમાં 99 બોલનો સામનો કર્યો અને 10 ચોગ્ગા તથા 3 છગ્ગા ફટકાર્યા હતા. પંત 216ના કુલ સ્કોર પર આઉટ થયો હતો. તેણે પોતાના અંદાજમાં આક્રમક ઈનિંગ રમી અને 65 બોલમાં 4 ચોગ્ગા તથા 4 છગ્ગા ફટકાર્યા હતા.
IPL 2020 Schedule: આઈપીએલની 13મી સિઝનનો સંપૂર્ણ કાર્યક્રમ, 29 માર્ચથી 17 મે સુધી લીગ મેચ
રિદ્ધિમાન સાહા 30 અને રવિચંદ્રન અશ્વિન 16 રન બનાવી અણનમ રહ્યાં હતા. પ્રથમ ઈનિંગમાં ભારતીય બેટ્સમેનો નિષ્ફળ રહ્યાં હતા. ટીમે 263 રન બનાવ્યા હતા, પરંતુ તેમાં હનુમા વિહારીના 101 અને ચેતેશ્વર પૂજારાના 93 રનનું મહત્વનું યોગદાન રહ્યું હતું. ભારતીય બોલરોએ પણ આ મેચમાં સારૂ પ્રદર્શન કરતા ન્યૂઝીલેન્ડ ઇલેવનનને 235 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube