T20 World Cup 2024 માં 9 જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલા પર આખી દુનિયાની નજર રહેશે. ટી વર્લ્ડ કપમાં ભારતનું પલડું પાકિસ્તાનની ટીમ પર ભારે રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી 7 મેચ રમાઇ છે. ટી20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ 7 માંથી 6 મેચ જીતી છે. પાકિસ્તાને એક મેચમાં જીત નોંધાવી છે. ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે મેચમાં વિવાદ ખૂબ ચર્ચામાં રહે છે. આવો એક ન્જર કરીએ ભારત પાકિસ્તાનના ખેલાડીઓના 5 મોટા વિવાદ પર... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. ગૌતમ ગંભીર VS કામરાન અકમલ
2010 એશિયા કપ દરમિયાન પાકિસ્તાની વિકેટકીપર કામરાન અકમલ બેટિંગ કરી રહેલા ગૌતમ ગંભીર વિરૂદ્ધ કારણ વિના અપીલ કરી તેમને હેરાન કરી રહ્યો હતો. ત્યારે ગંભીર અને અકમલ વચ્ચે રકઝક થઇ. આખરે ધોનીએ વચ્ચે પડીને બચાવ કર્યો પડ્યો હતો. 


જૂનમાં આ રાશિવાળાની વધી જશે મુશ્કેલીઓ, રાહુ અને શનિ બગાડી શકે છે તમારો ખેલ


2. વીરેન્દ્ર સહવાગ VS શોએબ અખ્તર
વર્ષ 2003 માં એક મેચમાં શોએબ અખ્તર વીરેન્દ્ર સહવાગને એક પછી એક બાઉન્સર ફેંકતા હતા, જેથી તે શોટ રમ્યા અને આઉટ થઇ ગયા. શોએબની આ હરકતથી પરેશાન થઇને સહવાગ અખ્તર પાસે અને કહ્યું કે હિંમત હોય તો નોન સ્ટ્રાઇકર એન્ડ પર સચિનને બાઉન્સર નાખો. ત્યારબાદ સચિને શોએબના બાઉન્સર પર સિક્સર ફટકારી તો સહવાગે કહ્યું 'બાપ બાપ હોતા હૈ ઔર બેટા બેટા હોતા હૈ'. 


3. હરભજન સિંહ VS શોએબ અખ્તર
2010 એશિયા કપમાં ભારતને પાકિસ્તાન વિરૂદ્ધ મેચમાં અંતિમ 7 બોલમાં જીત માટે 7 રન બનાવવાના હતા. એવામાં શોએબ અખ્તરે હરભજન સિંહને પરેશાન કરે એવો બોલ ફેંક્યા બાદ તેમને ઉશ્કેર્યા. આ બંને વચ્ચે મેદાન પર જોરદાર રકજક શરૂ થઇ. હરભજને ત્યારબાદ આમિરના બોલ પર સિક્સર ફટકારીને ભારતને જીત અપાવી. જીત બાદ હરભજન સિંહે શોએબ અખતને પણ પોતાનું આક્રમક વલણ બતાવ્યું. 


1st june: DL થી માંડીને ગેસ સિલિન્ડર સુધી બદલાઇ જશે નિયમો, ખિસ્સા પર પડશે સીધી અસર


4. ગૌતમ ગંભીર VS શાહિદ અફરીદી
વર્ષ 2007 માં જ્યારે પાકિસ્તાનની ટીમ ભારતના પ્રવાસે આવી હતી ત્યારે 5 વનડે મેચોની સીરીઝના ત્રીજો મુકાબલો કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાયો હતો જેમાં ગૌતમ ગંભીર અને શાહિદ અફરીદી વચ્ચે જોરદાર ગાળાગાળી થઇ હતી. ગંભીર, શાહિદના બોલ પર સિંગલ લઇને દોડી રહ્યા હતા. બંને વચ્ચે ટક્કર થઇ અને ગંભીરને લાગ્યું કે અફરીદીએ જાણી જોઇને આમ કર્યું છે. ત્યારબાદ બંને વચ્ચે ચર્ચા થવા લાગી.  


Stocks to BUY: આજે જ ખરીદી લેજો આ 2 શેર, 1 મહિનામાં બની જશો ગાડી-બંગલાના માલિક


5. રાહુલ દ્રવિડ  VS શોએબ અખ્તર
2004ની ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન બર્મિંગહામમાં રાહુલ દ્રવિડ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તર સાથે તણખા ઝર્યા હતા. રાહુલ દ્રવિડે શોએબ અખ્તરના બોલને બાઉન્ડ્રી તરફ મોકલ્યો હતો. આ દરમિયાન દ્રવિડ બે રન ઝડપથી દોડવા દોડ્યો, પરંતુ આ દરમિયાન અખ્તર તેની વચ્ચે આવીને ઊભો રહ્યો. રન પૂરો કરતી વખતે દ્રવિડ બોલ જોઈ રહેલા શોએબ સાથે અથડાઈ ગયો. આનાથી ગુસ્સે થઈને રાહુલ દ્રવિડે અખ્તરને રન લેવાના રસ્તામાંથી હટી જવા કહ્યું. 


આ દરમિયાન શોએબ ગુસ્સામાં આવી ગયો અને તેણે દ્રવિડને કંઈક કહ્યું. રાહુલ દ્રવિડ શોએબ પાસે ગયો. જ્યારે પાકિસ્તાનના કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે વિવાદ વધતો જોયો તો તેણે અમ્પાયર સાથે મળીને બંનેને અલગ કરી દીધા. જોકે પાકિસ્તાને આ મેચ ત્રણ વિકેટથી જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે રાહુલ દ્રવિડના 67 રન અને અજીત અગરકરના 47 રનની મદદથી 200 રન બનાવ્યા હતા. યુસુફ યોહાનાની 81 રનની ઇનિંગને કારણે છેલ્લી ઓવરમાં 4 બોલ બાકી રહેતા પાકિસ્તાને જીત મેળવી હતી.