T20 World cup: જીતના નશામાં ચૂર પાકિસ્તાની પત્રકારો છાક્ટા બન્યા, વિરાટ કોહલીએ આ રીતે કરી બોલતી બંધ
ICC ટી20 વર્લ્ડ કપમાં રવિવારના રોજ પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવી દીધુ. આ સજ્જડ હાલ સાથે જ ભારતનો વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ન હારવાનો સિલસિલો પણ તૂટ્યો. ટીમ ઈન્ડિયાને પાકિસ્તાનના હાથે એકતરફી હારનો સામનો કરવો પડ્યો.
દુબઈ: ICC ટી20 વર્લ્ડ કપમાં રવિવારના રોજ પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવી દીધુ. આ સજ્જડ હાલ સાથે જ ભારતનો વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ન હારવાનો સિલસિલો પણ તૂટ્યો. ટીમ ઈન્ડિયાને પાકિસ્તાનના હાથે એકતરફી હારનો સામનો કરવો પડ્યો. વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટમાં પહેલીવાર ભારત વિરુદ્ધ પાકિસ્તાનની જીત પર હોશ ગુમાવી બેઠેલા પત્રકાર મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને વિચિત્ર સવાલો પૂછવા લાગ્યા. ત્યારબાદ વિરાટ કોહલીએ પાકિસ્તાની પત્રકારોનો બરાબર ક્લાસ લીધો અને બોલતી બંધ કરી.
પાકિસ્તાની પત્રકારે પૂછ્યા આવા બોગસ સવાલ
એક પાકિસ્તાની પત્રકાર સૈય્યદ હૈદરે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પૂછ્યું કે આજે તેમણે રોહિત શર્માની જગ્યાએ ઈશાન કિશનને રમાડવો જોઈતો હતો જે સારા ફોર્મમાં હતો. પછી તો વિરાટ કોહલીએ પાકિસ્તાની પત્રકારને બરાબર ફટકાર લગાવતા કહ્યું કે શું તેઓ કેપ્ટન હોત તો રોહિત શર્માને ટી20 ટીમમાંથી બહાર કરત? આ જવાબ પર પાકિસ્તાની પત્રકારની બોલતી બંધ થઈ ગઈ અને તે હસવા લાગ્યો. વિરાટે આગળ જવાબ આપતા કહ્યું કે જો વિવાદ જ ઊભો કરવો હોય તો પહેલા જણાવી દો તો હું એ પ્રમાણે જવાબ આપું.
વિરાટે આ રીતે અકલ ઠેકાણે લગાવી
એક અન્ય પાકિસ્તાની પત્રકાર સવીરા પાશાએ પાકિસ્તાનની જીતના નશામાં ચૂર થઈને વિરાટ કોહલીને પૂછ્યું કે શું ભારત પાકિસ્તાન સામે ઓવર કોન્ફિડન્સના કારણે હાર્યું? શું ભારતીય ટીમે ICC ટુર્નામેન્ટમાં પાકિસ્તાન વિરુદ્ધ પોતાનો રેકોર્ડ જોઈને પાકિસ્તાન વિરુદ્ધ વધુ એકાગ્રતા ન દાખવી અને વિચાર્યું કે આવારી મેચમાં ભારત વધુ એકાગ્ર થઈને રમશે?
વિરાટે આપ્યો આ જવાબ
આ પાકિસ્તાની પત્રકારને પણ જડબાતોડ જવાબ આપતા વિરાટે કહ્યું કે જે બહારથી સવાલ પૂછી રહ્યા છે તેઓ એકવાર અમારી કિટ પહેરીને મેદાનમાં આવે. ત્યારે તેમને ખબર પડશે કે પ્રેશર શું હોય છે. પાકિસ્તાન જેવી ટીમ જ્યારે તેમનો દિવસ હોય તો કોઈને પણ હરાવી શકે છે. વિરાટે આગળ જવાબ આપતા કહ્યું કે તેમની ટીમ કોઈ પણ ટીમને હળવાશમાં લેતી નથી અને તમામ વિરુદ્ધ સારું રમવા માટે મેદાન પર ઉતરે છે.
IND vs PAK: પાકિસ્તાન સામે હારના કારણ, આ પાંચ ખેલાડી સાબિત થયા વિલન
હારનું સૌથી મોટું કારણ
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે પાકિસ્તાની બોલર શાહીન આફ્રિદીએ સારી બોલિંગ કરી અને શાહીનની શરૂઆતની વિકેટોના કારણે ભારતના બેટ્સમેન દબાણ હેઠળ આવી ગયા હતા. શાહીનની શરૂઆતની ઓવરોના તે સ્પેલના કારણે જ ભારતીય ટીમ 20-25 રન ઓછા બનાવી શક્યા જે હારનું મોટું કારણ બન્યું. વિરાટના જણાવ્યાં મુજબ બીજા દાવમાં જ્યારે પાકિસ્તાન રમતું હતું ત્યારે 1- ઓવર બાદ ઝાકળ આવી ગઈ હતી ત્યારબાદ બોલ બેટ પર સારી રીતે આવતો હતો અને બોલર્સ માટે ગ્રિપ કરવું મુશ્કેલ બનતું હતું. જેના કારણે ધીમો બોલ નાખવાનું હથિયાર પણ ખરાબ થયું જેના કારણે ભારતને શરમજનક હાર મળી.
IND vs PAK: વિશ્વકપમાં ભારતની ખરાબ શરૂઆત, પાકિસ્તાન સામે 10 વિકેટે પરાજય
શું ભારત પાસે હજુ છે તક?
આગળની બચેલી મેચોમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના જણાવ્યાં મુજબ તેમની ટીમ સારું રમવાનો ભરપૂર પ્રયત્ન કરશે. ભારતીય કેપ્ટનના જણાવ્યાં મુજબ તેમને ખબર છે કે તેમની ટીમે ક્યાં ભૂલ કરી છે અને હજુ ટી20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં આગળ મેચો છે જેમાં ભારતીય ટીમો જરૂર સારું રમશે. ભારતની આગામી મેચ 7 દિવસના ગેપ બાદ 31 ઓક્ટોબરના રોજ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ છે. ભારતીય ટીમ આજ સુધી ન્યૂઝીલેન્ડ સામે ટી20 વર્લ્ડ કપમાં જીતી નથી. વિરાટ કોહલીના જણાવ્યાં મુજબ તેમની ટીમ પાસે તૈયારી માટે સારો સમય છે. તેમના ખેલાડી આ ગેપનો ફાયદો ઉઠાવશે અને મજબૂત તૈયારી કરશે તથા સારું રમશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube