નવી દિલ્હી: આગામી વર્ષે 4 દેશોની ઈન્ટરનેશનલ કબડ્ડી ટુર્નામેન્ટ (International Kabaddi Tournament) અગાઉ કરતારપુર કોરિડોરમાં માર્ચ 2022માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો જોવા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કબડ્ડી મેચ માટે બંને દેશ રાજી
આ અંગે પાકિસ્તાન કબડ્ડી ફેડરેશનના સચિવ રાણા મોહમ્મદ સરવરે શનિવારે જાણકારી આપી. તેમણે કહ્યું કે બંને દેશ માર્ચમાં કરતારપુર કોરિડોરમાં એક આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે તૈયાર છે. 


કરતારપુર કોરિડોર રચશે ઈતિહાસ
મોહમ્મદ સરવરે કહ્યું કે અમે ઈતિહાસ રચાતો જોવા માટે તૈયાર છીએ. કારણ કે પાકિસ્તાન અને ભારતે કરતારપુર કોરિડોરમાં એક ઈન્ટરનેશનલ મેચ રમવા માટે તૈયારી બતાવી છે. બંને મહાસંઘ એ વાત પર સહમત થયા કે ટીમો આંતરરાષ્ટ્રીય મેચો રમવા માટે સરહદપાર જશે. મેચ બાદ બંને ટીમો પોત પોતાના દેશમાં પાછી ફરશે. 


ઈન્ટરનેશનલ મેચ અંગ વાતચીત ચાલુ
મેચ અંગે વધુ પૂછવામાં આવતા મોહમ્મદ સરવરે કહ્યું કે તેને આખરી ઓપ આપવા માટે વાતચીત ચાલુ છે. તેમણે કહ્યું કે આશા છે કે માર્ચના અંત સુધીમાં ઈન્ટરનેશનલ મેચનું આયોજન કરવામાં આવશે. અમારે એપ્રિલમાં લાહોરમાં ચાર દેશોની આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટની મેજબાની કરવાની છે એટલે અમે આ મેચ કેટલાક અઠવાડિયા પહેલા માર્ચમાં કરવા માંગીએ છીએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube