નવી દિલ્હીઃ ટી20 વિશ્વકપમાં હવે માત્ર ગણતરીના મહિના બાકી છે. તેની પહેલા પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે મોટી ભવિષ્યવાણી કરી છે. શોએબ અખ્તરનુ કહેવુ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 2021 ટી20 વિશ્વકપની ફાઇનલ રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શોએબ અખ્તરે કરી ભવિષ્યવાણી
આઈસીસી ટી-20 વિશ્વકપ નજીક છે, તેની પહેલા ઘણી ટીમો તેની તૈયારીમાં લાગી ગઈ છે. ઘણા દેશોના ક્રિકેટ દિગ્ગજ ટી20 વિશ્વકપને લઈને ભવિષ્યવાણી કરી રહ્યાં છે. શોએબ અખ્તરે પોતાની યૂટ્યૂબ ચેનલ પર કહ્યુ- ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 વિશ્વકપની ફાઇનલ રમાશે અને પાકિસ્તાનની ટીમ વિશ્વકપની ટ્રોફી ઉઠાવશે. 


Tokyo Olympics 2020: કૈલેબ ડ્રેસેલે સ્વીમિંગમાં જીત્યા 5 ગોલ્ડ, મહિલાઓમાં એમ્પા મૈકકોને બનાવ્યો નવો રેકોર્ડ


ભારત અને પાકિસ્તાનમાં આ ટીમ ઉઠાવશે ટ્રોફી
શોએબ અખ્તરે કહ્યુ- પાકિસ્તાની સ્પિનર્સની અંદર તે ક્ષમતા છે કે તે 150ના સ્કોરનો પણ બચાવ કરી શકે છે. હું જોઈ રહ્યો છું કે પાકિસ્તાનની ટીમ વિશ્વકપ જીતી રહી છે. મારા હિસાબથી પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન અને ભારતની ટીમો ફાઇનલમાં જવાની હકદાર છે. મેં અંદાજ લવાગી રહ્યો છું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ રમાશે. જો તેમ થાય તો આ બંને ટીમોના ક્રિકેટ ફેન્સ માટે મોટી વાત હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube