Under-19 Asia Cup IND vs PAK: 30 નવેમ્બરે અંડકર-19 એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ જોવા મળ્યો હતો. પરંતુ અહીં પાકિસ્તાનને બાજી મારી હતી. પરંતુ હવે હારનો હિસાબ કરવા માટે ટીમ ઈન્ડિયાએ પણ કમસ કસી લીધી છે. હવે ફરી એકવાર ફાઇનલમાં બન્ને ટીમો વચ્ચે મહાજંગનો મુકાબલો જોવા મળી રહ્યો છે. ભારતે યૂએઈ અને જાપાને હરાવીને સેમીફાઈનલનો રસ્તો સાફ કરી લીધો છે, જ્યારે પાકિસ્તાને પણ જોરદાર અંદાજમાં સેમીફાઈનલમાં એન્ટી કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાન ટોપ પર 
પાકિસ્તાને ગ્રુપ Aમાં ટોપના સ્થાને રહીને સેમી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતની અંડર-19 ટીમે પણ પ્રથમ મેચ હાર્યા બાદ પાછું વળીને જોયું નથી. ટીમે જાપાન અને યુએઈને હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો અને બીજું સ્થાન મેળવ્યું હતું. હવે બન્ને ટીમો 6ઠ્ઠી ડિસેમ્બરે સેમીફાઈનલમાં પોતાની તાકાત બતાવશે.


ભારત જ નહીં... ઓસ્ટ્રેલિયા પણ કરશે 2 ફેરફાર, રોહિત શર્મા નહીં કરે ઓપનિંગ?


કોની સાથે રમશે ટીમ ઈન્ડિયા
પહેલા ગ્રુપમાંથી ભારત અને પાકિસ્તાન સેમીફાઈનલમાં પોતાની જગ્યા બનાવી છે, જ્યારે બીજા ગ્રુપમાં શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમો ચમકી છે. ભારતનો મુકાબલો શ્રીલંકા સાથે થશે, પાકિસ્તાનનો મુકાબલો સેમિફાઇનલમાં બાંગ્લાદેશ સાથે થશે, જેની સામે પાકિસ્તાની ટીમનો દબદબો છે.


ફાઈનલ ક્યારે યોજાશે?
સુપર-4માં ક્વોલિફાય થનારી બે ટીમો વચ્ચે 8 ડિસેમ્બરે ખિતાબની જંગ ખેલાશે. સેમીફાઈનલમાં ભારત અને પાકિસ્તાન બન્નેની જીતની આશા રાખી શકાય છે. ફાઈનલ મેચ 8 ડિસેમ્બરે ભારતીય સમય અનુસાર સવારે 10.30 કલાકે રમાશે. તે જોવાનું રસપ્રદ રહેશે કે ફેન્સ રવિવારે રોમાંચના ડબલ ડોઝનો આનંદ માણી શકશે કે નહીં.