નવી દિલ્હી :ઓપનર રોહિત શર્મા (Rohit Sharma) એ રાંચીમાં પોતાના ટેસ્ટ કરિયરનો બેસ્ટ સ્કોર બનાવ્યો છે. તેમણે રાંચીમાં રમાઈ રહેલ ત્રીજી ટેસ્ટ (India vs South Africa) ના બીજા દિવસે 249 બોલમાં બીજી સદી પૂરી કરી છે. આ દરમિયાન હિટમેનએ 28 ચોગ્યા અને 6 સિક્સ ફટકારી છે. તેઓએ 255 બોલમાં 212 રન બનાવ્યા. આ પહેલી એવી તક હતી, જ્યાં રોહિતે ટેસ્ટમાં બીજી સદી ફટકારી છે. જ્યારે કે ત્રીજીવાર તે 150થી વધુ રન બનાવવામાં સફળ રહ્યો છે. આ પહેલા તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 177 રન હતો. જે તેઓએ પોતાના ડેબ્યુ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડીઝની સામે કોલકાત્તામાં નવેમ્બર, 2013માં બનાવ્યો હતો. 


VIDEO: મેદાન પર આવીને પ્રેમીએ કર્યું મહિલા ક્રિકેટરને પ્રપોઝ, કંઈક આવું હતું રિએક્શન


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા અંદાજે 39 રનનો ટીમ સ્કોર પર 3 વિકેટ પડ્યા બાદ રોહિતે અજિંક્ય રહાણે (Rohit Sharma) ની સાથે મળીને બેટિંગ કરી હતી અને 86મા બોલ પર ચોગ્ગાની સાથે હાફ સેન્ચ્યુરી પૂરી કરી. જ્યારે કે, સેન્ચ્યુરી માટે તેને 130 બોલનો સામનો કરવો પડ્યો. સદી તો પહેલા દિવસે જ બની ગઈ હતી. ત્રીજા ટેસ્ટના પહેલા દિવસે રમત ખરાબ લાઈટને કારણે સમય કરતા પહેલા જ પૂરી થઈ હતી. ઓપનર રોહિત અને અજિંક્ય રહાણે ક્રીઝ પર હતા. ત્યારે બીજા દિવસે આ બંને બેટ્સમેને જ શરૂઆત કરી હતી. 


બીમારીની અફવાથી નારાજ થયા બિગબી, હોસ્પિટલમાંથી આવીને સૌથી પહેલા લખ્યો blog


115 સ્કોર પર આઉટ થયા રહાણે
રહાણે 115ની નજીક સ્કોર પર જ્યોર્જ લિંડેના બોલ પર આઉટ થયા હતા. તે સમયે ટીમ ઈન્ડિયાનો સ્કોર 306 હતો. તેમની વિકેટ પાછળ ઉભા રહેલા હેનરી ક્લાસેને કેચ કરી હતી. રહાણેએ રોહિત સાથે મળીને ચોથા વિકેટ માટે 267 રનનું રેકોર્ડ જુગલબંધી કરી, જે દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ આ વિકેટ માટે સૌથી મોટી જુગલબંધી હતી. જ્યોર્જ લિંડના કરિયરાની આ પહેલી ટેસ્ટ વિકેટ રહી. 
 


દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :