ધર્મશાળાઃ ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર નિરાશાજનક પ્રદર્શનને પાછળ છોડી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ગુરૂવારે શરૂ થઈ રહેલી વનડે સિરીઝમાં જીત મેળવવાના ઈરાદા સાથે ઉતરશે. સિરીઝની પ્રથમ મેચ ધર્મશાળામાં રમાશે અને આ મુકાબલામાં કેપ્ટન વિરાટ કોહલી શાનદાર અંતિમ ઇલેવન સાથે ઉતરવા ઈચ્છશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પ્રથમ વનડેમાં ભારતીય ટીમની અંતિમ ઇલેવન અલગ જોવા મળશે. ઓપનર શિખર ધવન, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની ટીમમાં વાપસી થઈ છે. આ ત્રણેયને આ મેચમાં તક મળી શકે છે. 


ઓપનિંગમાં કેએલ રાહુલ અને શિખર ધવન
રોહિત શર્માને આ સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે જ્યારે શિખર ધવને ઈજા બાદ વાપસી કરી છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા રાહુલને ધવનની સાથે ઓપનિંગ કરાવી શકાય છે. રાહુલ જ વિકેટકીપિંગની ભૂમિકા અદા કરશે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઓપનિંગ કરનાર પૃથ્વી શોએ રાહ જોવી પડી શકે છે. 


મિડલ ઓર્ડરમાં કોહલી, અય્યર અને મનીષ પાંડે
ત્રીજા નંબર પર વિરાટ કોહલી જ્યારે ચોથા નંબર પર શ્રેયસ અય્યર બેટિંગ કરતા જોવા મળી શકે છે. મનીષ પાંડેને પાંચમાં નંબર પર તક મળી શકે છે. 


મહિલા વનડે વિશ્વકપનો કાર્યક્રમ જાહેર, નોકઆઉટ મેચમાં રિઝર્વ-ડેની જોગવાઈ  


ઓલરાઉન્ડર હાર્દિક અને જાડેજા
લાંબા સમય બાદ ટીમમાં વાપસી કરી રહેલ હાર્દિક પંડ્યા આ મેચમાં રવીન્દ્ર જાડેજાની સાથે ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવશે. 


સ્પિનર યુજવેન્દ્ર ચહલ
ટીમમાં મુખ્ય સ્પિનર તરીકે વિરાટ કોહલીની પ્રથમ પસંદ યુજવેન્દ્ર ચહલને તક આપી શકાય છે. તો કુલદીપ યાદવે બહાર બેસવું પડી શકે છે. 


ફાસ્ટ બોલરની ત્રિપુટી
ટીમમાં વાપસી કરી રહેલા અનુભવી ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ અને નવદીપ સૈની ફાસ્ટ વિભાગની જવાબદારી સંભાળશે. આ ત્રિપુટીને હાર્દિક પંડ્યાની બોલિંગનો સાથ મળશે. 


ભારતની સંભવિત ટીમ
કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર