નવી દિલ્હીઃ Ind vs SA: જોહનિસબર્ગમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં 202 રન બનાવ્યા હતા. જેના જવાબમાં આફ્રિકાની ટીમ 229 રન બનાવી આઉટ થઈ ગઈ અને તેને 27 રનની લીડ મળી હતી. પ્રથમ ઈનિંગમાં ભારત તરફથી શાર્દુલ ઠાકુરે સાત વિકેટ ઝડપી હતી. બીજા દિવસની રમત પૂરી થવા સમયે ભારતે 2 વિકેટના નુકસાને 85 રન બનાવી લીધા છે અને તેને 58 રનની લીડ મળી ગઈ છે. ભારત તરફથી ક્રીઝ પર પુજારા 35 રન જ્યારે રહાણે 11 રન બનાવી અણનમ રહ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતની બીજી ઈનિંગ, ગુમાવી બે વિકેટ
બીજી ઈનિંગમાં ભારતીય ટીમની શરૂઆત સારી રહી નહીં અને કેપ્ટન કેએલ રાહુલ માત્ર 8 રન બનાવી જેનસેનના બોલ પર આઉટ થયો હતો. ત્યારબાદ મયંક અગ્રવાલ 23 રન બનાવી ઓલિવિયરની ઓવરમાં આઉટ થયો હતો. 


આફ્રિકાની પ્રથમ ઈનિંગ, શાર્દુલ છવાયો
ભારતીય ફાસ્ટ બોલર શમીએ આફ્રિકાને પ્રથમ ઝટકો આપ્યો અને માર્કરમને 7 રને આઉટ કર્યો હતો. શાર્દુલ ઠાકુરે કેપ્ટન ડીન એલ્ગરને 28 રન પર આઉટ કરી ભારતને બીજી સફળતા અપાવી હતી. શાર્દુલે કીગન પીટરસનને 62 રને આઉટ કરી ભારતની વાપસી કરાવી હતી. ત્યારબાદ શાર્ગુલે વાન ડેર ડુસેનને આઉટ કરી પોતાની ત્રીજી વિકેટ મેળવી હતી. કાઇલ વેરેન પણ 21 રન બનાવી શાર્દુલનો શિકાર બન્યો હતો. શાર્દુલે પોતાની પાંચમી સફળતાના રૂપમાં બાવુમા (52) ને આઉટ કર્યો હતો. આમ શાર્દુલે પોતાના ટેસ્ટ કરિયરમાં પ્રથમવાર પાંચ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. શમીએ શૂન્ય રને રબાડાને આઉટ કર્યો હતો. બુમરાહે કેશવ મહારાજને 21 રને આઉટ કરી ભારતને નવમી સફળતા અપાવી હતી. શાર્દુલ ઠાકુરે જેનસેન અને એગિડીને આઉટ કર્યા હતા. શાર્દુલ ઠાકુરે સાત વિકેટ ઝડપી હતી. 


આ પણ વાંચોઃ કોરોનાને લીધે પૂર્વ ક્રિકેટર અંબાપ્રતાપસિંહજી જાડેજાનું નિધન, શોકમાં ક્રિકેટ જગત


ભારતની પ્રથમ ઈનિંગ
ભારતે મયંક અગ્રવાલના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. મયંક 26 રન બનાવી માર્કો જેનસનની ઓવરમાં આઉટ થયો હતો. તો ચેતેશ્વર પુજારા ફરી ફ્લોપ રહ્યો હતો. પુજારાએ 33 બોલનો સામનો કરતા માત્ર 3 રન બનાવ્યા હતા. ત્યારબાદ અજિંક્ય રહાણે ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. રહાણે પોતાના ટેસ્ટ કરિયરમાં પ્રથમવાર માત્ર એક બોલનો સામનો કરી આઉટ થયો હતો. ઓલિવિયરે એક જ ઓવરમાં રહાણે અને પુજારાને પેવેલિયન પરત મોકલી દીધા હતા. આ મેચમાં કોહલીના સ્થાને હનુમા વિહારીને તક આપવામાં આવી હતી, જે માત્ર 20 રન બનાવી આઉટ થયો હતો. 


કેએલ રાહુલને ફરી શાનદાર પ્રદર્શન કરતા 50 રન બનાવ્યા હતા. રાહુલ અડધી સદી પૂરી કરી રબાડાનો શિકાર બન્યો હતો. મોહમ્મદ શમી 9 રન બનાવી આઉટ થયો હતો. અશ્વિને શાનદાર બેટિંગ કરી ભારતનો સ્કોર 200ને પાર પહોંચાડવામાં મદદ કરી હતી. અશ્વિન 46 રન બનાવી આઉટ થયો હતો. મોહમ્મદ સિરાજ એક રન બનાવી રબાડાનો શિકાર બન્યો હતો. જસપ્રીત બુમરાહે અણનમ 14 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકા તરફથી માર્કો જેનસને ચાર, રબાડા તથા ઓલિવિયરને ત્રણ-ત્રણ સફળતા મળી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube