કેપ ટાઉન: દક્ષિણ આફ્રિકાએ કેપટાઉનમાં રમાયેલી ત્રીજી વનડે (ODI) માં ભારતીય ટીમ (India vs South Africa) ને 4 રનથી માત આપી છે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને ક્વિન્ટન ડી કોકની શાનદાર સદીની મદદથી ભારતને 288 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શિખર ધવન, વિરાટ કોહલી (Virat Kohli) અને દીપક ચહરની અડધી સદી છતાં ભારતીય ટીમ 283 રન જ બનાવી શકી હતી. આ સાથે આફ્રિકન ટીમે ભારતને વનડે શ્રેણીમાં 3-0થી ભારતના સૂપડા સાફ કરી દીધા હતા. આફ્રિકન ટીમે ટેસ્ટ શ્રેણી પણ 2-1થી જીતી હતી.


આફ્રિકા સામેની મેચમાં કેએલ રાહુલે કરી આ ભૂલ, પ્લેઇંગ 11માં આ ખેલાડીનો ન કર્યો સમાવેશ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિખર ધવન તેની 18મી સદી તરફ આગળ વધી રહ્યો હતો પરંતુ 61 રનના વ્યક્તિગત સ્કોર પર એન્ડીલે ફેહલુકવાયોના બોલ પર આઉટ થયો હતો. ત્યારબાદ ચોથા નંબરે આવેલા રિષભ પંતે ફરી એકવાર પોતાની વિકેટ ગુમાવી હતી. પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકારવાના ચક્કરમાં પંત બાઉન્ડ્રી પર સિંગાડા મગાલાના હાથે કેચ આઉટ થયો હતો. આ દરમિયાન વિરાટ કોહલીએ કારકિર્દીની 64મી અડધી સદી પૂરી કરી હતી. જો કે, તે કેશવ મહારાજના એક શાનદાર બોલ પર 65 રન બનાવીને બાવુમાના હાથે કેચ આઉટ થયો હતો. શ્રેયસ અય્યર (26) અને સૂર્યકુમાર યાદવે (39) ચોક્કસપણે ભારતની જીતની આશા જગાવી હતી. પરંતુ મગાલાએ અય્યર અને પ્રિટોયિરસે યાદવને આઉટ કરીને ભારતની આશા પર પાણી ફેરવી વાળ્યું હતું.

પાર્ટીઓમાં કામ કર્યા પછી જ મિથુન ચક્રવર્તીને મળતુ હતું ભોજન, પોતે જ કર્યો ખુલાસો


ક્વિન્ટન ડી કોકે ભારત સામે ફટકારી છઠ્ઠી સદી
આ પહેલા સાઉથ આફ્રિકાએ ફોર્મમાં ચાલી રહેલા ઓપનર ક્વિન્ટન ડી કોક (124) અને રાસી વેન ડેર ડુસેન (52 રન)ની અડધી સદીની મદદથી 287 રન બનાવ્યા હતા. વિકેટ કીપર બેટ્સમેન ડી કોકે 130 બોલમાં 124 રનની ઇનિંગ રમી હતી અને વાન ડેર ડ્યુસેન સાથે ચોથી વિકેટ માટે 144 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ ભારતે આ બંનેની સતત વિકેટ લઈને ઘરેલૂ ટીમની રન ગતિ પર લગામ કસી હતી. પોતાની છઠ્ઠી ODI સદી સાથે, ડી કોકે ભારત સામે સૌથી વધુ સદી ફટકારનાર દક્ષિણ આફ્રિકાના ખેલાડી એબી ડી વિલિયર્સના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube