રાંચીઃ સાઉથ આફ્રિકાના ઓપનિંગ બેટ્સમેન ડીન એલ્ગરને માથા પર બાઉન્સર લાગ્યા બાદ રિટાયર્ડ થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત એલ્ગર આ મેચમાં બીજીવાર બેટિંગ માટે ફીટ નહતો અને આફ્રિકાની ટીમે તેના રિટાયર્ડ હર્ટ થયા બાદ થયુનિસ ડે બ્રૂયનને તેના સ્થાને બેટિંગ પર ઉતાર્યો હતો. દિવસની રમત પૂરી થઈ ત્યારે બ્રૂયન (30*) એનરિચ નોર્ત્જ (5*)ની સાથે પેવેલિયન પરત ફર્યો હતો. ભારતીય ટીમ આ ટેસ્ટ મેચમાં જીતથી માત્ર બે વિકેટ દૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એલ્ગર અહીં ભારતની સાથે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે સોમવારે ટી-બ્રેક પહેલા ફાસ્ટ બોલર ઉમેશ યાદવના બોલ પર ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ઉમેશનો બોલ એલ્ગરના હેલમેટ પર વાગ્યો અને પછી તે રિટાયર્ડ હર્ટ થયો હતો. એલ્ગરને આ બોલ બીજી ઈનિંગની 10મી ઓવરમાં વાગ્યો હતો. ત્યારે તે 16 રન બનાવી બેટિંગ કરી રહ્યો હતો. માથા પર બોલ વાગ્યા બદ એલ્ગર જમીન પર પડી ગયો અને તેણે તાત્કાલિક ફિઝિયોને મેદાન પર બોલાવ્યા હતા
 
રાંચી ટેસ્ટઃ ભારત જીતથી 2 વિકેટ દૂર, બીજી ઈનિંગમાં આફ્રિકા 132/8


ભારતીય ખેલાડી પણ આ દરમિયાન એલ્ગરની પાસે પહોંચ્યા હતા. રિટાયર્ડ હર્ટ થયા બાદ કનસેશન ટેસ્ટ માટે એલ્ગરને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. એલ્ગરને ઈજા થયા બાદ જોર્જ લિન્ડેએ હેનરિક ક્લાસેનની સાથે મળીને આફ્રિકાની ઈનિંગને આગળ વધારી હતી. બાદમાં એલ્ગરના સ્થાને થેયુનિસ ડે બ્રૂયન આફ્રિકાની ટીમની ઈનિંગ આગળ વધારવા આવ્યો હતો. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે જારી ક્રિકેટના આ નવા નિયમ પ્રમાણે રિટાયર્ડ હર્ટ ખેલાડીના સ્થાને જ્યારે કોઈ બીજા ખેલાડીને અંતિમ ઇલેવનમાં મેચની વચ્ચે સામેલ કરી શકાય છે. 

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એક વર્ષમાં ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી કરી 340 કરોડ રૂપિયાની કમાણી


9મા ક્રમે બેટિંગ કરવા આવેલ બ્રૂયન દિવસની રમત સમાપ્ત થયા સુધી ક્રીઝ પર સુરક્ષિત હતો. હવે તે સોમવારે નોર્ત્જની સાથે મળીને આફ્રિકાની હાર ટાળવાનો પ્રયત્ન કરશે. આ ટેસ્ટ મેચમાં હજુ બે દિવસની રમત બાકી છે જ્યારે આફ્રિકાની ટીમ બીજી ઈનિંગમાં આઠ વિકેટ ગુમાવી ચુકી છે અને ભારતની પ્રથમ ઈનિંગના આધાર પર 203 રન પાછળ છે.