India vs South Africa 4th T20 Match Playing 11: ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે 5 મેચની સીરિઝની ચોથી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ આજે એટલે કે 17 જૂન 2022ના રોજ રમાશે. સાઉથ આફ્રિકાની ટીમ સીરિઝમાં 2-1થી આગળ છે. એવામાં ટીમ ઈન્ડિયા માટે કરો યા મરોનો મુકાબલો રહેશે. ટીમ ઈન્ડિયા આજની મેચ જીતશે તો જ સીરિઝમાં બની રહેશે, નહીં તો આફ્રિકન ટીમ સામે ભારત સીરિઝ ગુમાવી દેશે. બીજી બાજુ સાઉથ આફ્રિકાની ટીમ આ મેચ જીતીને સીરિઝ પોતાના નામે કરવા ઈચ્છશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મેચમાં ઋષભ પંત પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. આવેશ ખાનની જગ્યાએ અર્શદીપ સિંહને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. આવેશ ખાન અત્યાર સુધી આ સીરિઝમાં જે આશાઓ સાથે રમાડવામાં આવ્યો હતો, તેના પર ખરો ઉતર્યો નથી. આવેશ ખાને આ સીરિઝમાં અત્યાર સુધી 11 ઓવર ફેંકી છે. તેમાં તેણે 87 રન આપ્યા છે, પરંતુ એક પણ વિકેટ લેવામાં તે સફળ રહ્યો નથી. આવી સ્થિતિમાં તેનું ટીમમાંથી બહાર થવું નિશ્ચિત જણાય છે.


જો ક્વિન્ટન ડી કોક દક્ષિણ આફ્રિકાની ટીમમાં પરત ફરે છે તો રીઝા હેન્ડ્રીક્સ બહાર બેસી શકે છે. ડી કોકના હાથમાં થયેલી ઈજાને ધ્યાનમાં રાખીને હેનરિક ક્લાસેન વિકેટ કીપિંગ કરી શકે છે.


ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચોથી T20 મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાવાની છે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.00 વાગ્યાથી શરૂ થશે. ટોસનો સમય સાંજે 6:30 છે. સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર મેચનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney+ Hotstar પર ઉપલબ્ધ થશે.


બેટ્સમેનોને બલ્લે બલ્લે
રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમની પીચ બેટિંગ ફ્રેન્ડલી હોવાનું મનાય છે. આ મેદાન પર પ્રથમ દાવનો સૌથી વધુ સ્કોર 183 છે. આવી સ્થિતિમાં બોલરો માટે વિકેટ લેવી ખુબ જ મુશ્કેલ કામ બની શકે છે. અત્યાર સુધી આ મેદાનમાં રમાયેલી ત્રણ T20 ઈન્ટરનેશનલમાંથી બે ટીમે સ્કોરનો પીછો કરી જીત મેળવી છે.


ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: 
ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, રિષભ પંત (C&W), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ/આવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ.


સાઉથ આફ્રિકાની સંભવિત પ્લેઈંગ ઈલેવન: 
ટેમ્બા બાવુમા (સી), ક્વિન્ટન ડી કોક/રીઝા હેન્ડ્રીક્સ, ડ્વેન પ્રિટોરિયસ, રોસી વાન ડેર ડ્યુસેન, હેનરિક ક્લાસેન (વિકેટમાં), ડેવિડ મિલર, વેઈન પાર્નેલ, કાગીસો રબાડા, કેશવ મહારાજ, એનરિક નોર્ટજે, તાબારસી .


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube