નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કગિસો રબાડાએ કહ્યું કે, તેની નજરમાં ભારતનો જસપ્રીત બુમરાહ અને ઈંગ્લેન્ડનો જોફ્રા આર્ચર શાનદાર બોલર લાગે છે. 'ક્રિકઇન્ફો'એ રબાડાના હવાલાથી જણાવ્યું, 'મને આ બંન્ને બોલર પસંદ છે. તે શાનદાર બોલિંગ કરે છે.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રબાડાએ કહ્યું, 'પરંતુ મીડિયા કેટલાક ખેલાડીઓને હાઇપ આપે છે, અને તે યોગ્ય પણ છે. મને ખ્યાલ છે કે હું ખુબ સારૂ રમી રહ્યો છે. આર્ચરમાં ખુબ પ્રતિભા છે અને બુમરાહ શાનદાર બોલિંગ કરી રહ્યો છે અને તે તમને તમારી રમતમાં સુધાર કરવા માટે મજબૂર કરે છે. તમે હંમેશા ઉચ્ચ સ્તરીય પ્રદર્શન ન કરી શકો, તે વાત હું તમને જણાવી શકુ છું.'


ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આ વર્ષે રમાયેલા વિશ્વ કપમાં રબાડા ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. દક્ષિણ આફ્રિકા હવે ભારતના પ્રવાસે છે અને રબાડાની ટીમમાં મહત્વની ભૂમિકા હશે. રબાડાએ કહ્યું, 'કરિયરને જાળવી રાખવુ ક્યારેય સરળ રહેતું નથી. હું શીખ્યે કે ખુબ ચડાવ-ઉતાર હોય છે. હું વિશ્વમાં સૌથી સારો બોલર બનવા ઈચ્છુ છું અને દરેક ખેલાડી આ ઈચ્છે છે.'

ધોનીના ભવિષ્ય પર પસંદગીકારોએ ઝડપથી નિર્ણય કરવો જોઈએઃ અનિલ કુંબલે 


તેણે કહ્યું, 'તમે સ્વાભાવિક રૂપથી આ રીતે સ્પર્ધા કરશો. હું ખુબ ચિંતિત નથી, હું સહજ અનુભવી રહ્યો છું. હું વિશ્વ કપને લઈને નિરાશ કે ગુસ્સામાં નથી. હું ગુસ્સો કેમ કરુ? જ્યારે તમને એક ઝટકો લાગે છે તો તમે ચોક્કસ થવા ઈચ્છો છો. તમે બધી વસ્તુને બદલવા ઈચ્છતા નથી. તમારે તમારી ભૂલ શોધીને તેમાં સુધાર કરવો પડશે.'