નવી દિલ્હી: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ 26 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. ટીમ ઈન્ડિયાનો પ્રયત્ન સાઉથ આફ્રિકાની ધરતી પર પહેલીવાર ટેસ્ટ સિરીઝ જીતવાનો રહેશે. આ મિશનને પૂરું કરવા માટે વિરાટ કોહલી જેવા બેટ્સમેનો પર સારું પ્રદર્શન કરવાનું દબાણ રહેશે. વિરાટ કોહલીની પાસે સાઉથ આફ્રિકા સામે સિરીઝમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરવાની સારી તક છે. વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં 8000 રન પૂરા કરવાથી માત્ર 199 રન દૂર છે. 33 વર્ષનો કોહલી આ સિદ્ધિ મેળવી લેશે તો તે છઠ્ઠો ભારતીય બેટ્સમેન બની જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બની શકે છે ત્રીજો સૌથી ઝડપી ભારતીય
સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, સુનિલ ગાવસ્કર, વીવીએસ લક્ષ્મણ અને વીરેન્દ્ર સેહવાગ 8000 ટેસ્ટ રન સુધી પહોંચનારા પહેલા પાંચ ભારતીય છે. કોહલી જેણે છેલ્લાં 2 વર્ષથી એકપણ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી નથી. તેડુલકરે 154 ઈનિંગ્સ, રાહુ દ્રવિડે 158 ઈનિંગ્સ અને સેહવાગે 160 ઈનિંગ્સ પછી આ સિદ્ધિ હાંસલ કરી હતી. જો તે સેન્ચુરિયનની પીચ પર 199 કે તેનાથી વધારે રન બનાવશે તો તે ત્રીજો સૌથી ઝડપી ભારતીય બની શકે છે.


કોહલી જો આ સિદ્ધિ હાંસલ કરશે તો તે ટેસ્ટમાં 8000 રન બનાવનારો 33મો બેટ્સમેન બની જશે. કોહલીએ અત્યાર સુધી 97 ટેસ્ટ મેચ રમી છે અને 50.65ની એવરેજથી 7801 રન બનાવ્યા છે. તે સ્ટીવ સ્મિથ, એલન બોર્ડર અને ગ્રીમ સ્મિથ પછી ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં સૌથી વધારે 27 સદીની સાથે યાદીમાં 17મા નંબરે છે. વિરાટ કોહલી ભારત તરફથી સાઉથ આફ્રિકાની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેનમાં ચોથા નંબરે છે. કોહલીએ સાઉથ આફ્રિકા સામે પાંચ ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 55.80ની એવરેજથી 558 રન બનાવ્યા છે. આ દરમિયાન કોહલીના બેટમાંથી 2 સદી અને 2 અર્ધસદી નીકળી છે.


આ ખેલાડીઓએ ફટકારી અત્યાર સુધીની 5 સૌથી લાંબી સિક્સ, લિસ્ટમાં બીજા નંબર પર એક બોલર


તોડી શકે છે દ્રવિડ-લક્ષ્મણનો રેકોર્ડ
ટેસ્ટ સિરીઝમાં કોહલીની પાસે લક્ષ્મણ અને દ્રવિડનો રેકોર્ડ તોડવાની તક રહેશે. સાઉથ આફ્રિકાની જમીન પર લક્ષ્મણે 566 અને રાહુલ દ્રવિડે 624 રન બનાવ્યા છે. સચિન તેંડુલકરે સાઉથ આફ્રિકામાં સૌથી વધારે ટેસ્ટ રન બનાવનાર ભારતીય બેટ્સમેન છે. તેંડુલકરે 15 ટેસ્ટ મેચમાં 46.44ની એવરેજથી 1161 રન બનાવ્યા.


રણવીર સિંહના બદલાયા તેવર, દીપિકાની જગ્યાએ આ દિગ્ગજને કરી Lip Kiss


પંત તોડી શકે છે ધોનીનો રેકોર્ડ
બીજી બાજુ વિકેટીપર ઋષભ પંત પણ પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને પાછળ છોડીને સૌથી ઝડપી 100 ટેસ્ટ શિકાર કરનારા ભારતીય વિકેટકીપર બની શકે છે. ધોનીએ 36 ટેસ્ટમાં વિકેટની પાછળ 100 શિકાર પૂરા કર્યા હતા. પંતે પોતાના મેન્ટરના રેકોર્ડને તોડવા માટે વધુ 3 શિકારની જરૂર છે. ધોની 294 ટેસ્ટ શિકારની સાથે સૈયદ કિરમાણી 198, કિરણ મોરે 130, નયન મોંગિયા 107 અને રિદ્ધિમાન સહા 104થી આગળ છે. પંતે અત્યાર સુધી 25 ટેસ્ટ મેચમાં 97 શિકાર કર્યા છે. તે 100નો આંકડો સ્પર્શ કરનારા છઠ્ઠો ભારતીય વિકેટકીપર બની જશે. જો તે સાઉથ આફ્રિકા સામે સિરીઝની શરૂઆતની મેચમાં 100ના આંકડાને સ્પર્શ કરશે તો તે આ સિદ્ધિ મેળવનારો સંયુક્ત રીતે પાંચમો સૌથી ઝડપી વિકેટકીપર હશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube