કેપટાઉનઃ ટીમ ઈન્ડિયા (Team India) ને દક્ષિણ આફ્રિકા (South Africa) વિરુદ્ધ કેપટાઉનમાં (Cape town) રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં 7 વિકેટે દિલ તોડનારી હાર મળી છે. આ સાથે ટીમ ઈન્ડિયાનું 29 વર્ષમાં પ્રથમવાર આફ્રિકાની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતવાનું સપનું રોળાયું છે. સાઉથ આફ્રિકાએ 2-1થી ટેસ્ટ સિરીઝ કબજે કરી છે. એક ખેલાડી ટીમ ઈન્ડિયાની ટેસ્ટ સિરીઝમાં હારનો મોટો ગુનેગાર છે. જેના કારણે ભારતે આ સિરીઝ જીતવાની તક ગુમાવી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ ઈન્ડિયાની હારનો સૌથી મોટો ગુનેગાર બન્યો આ ખેલાડી
સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં ચેતેશ્વર પુજારાનું ખરાબ પ્રદર્શન જોવા મળ્યું છે. પુજારાને કારણે આ ટેસ્ટ મેચમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો છે. ચેતેશ્વર પુજારાની લચર બેટિંગને કારણે ભારતની બેટિંગ ઓર્ડરનો ધબડકો થયો હતો. 


પુજારાએ કેચની સાથે સિરીઝ પણ છોડી
કેપટાઉનમાં રમાયેલી સિરીઝની ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે આફ્રિકાને 211 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઈનિંગની 40મી ઓવરમાં જસપ્રીત બુમરાહના બોલ પર ચેતેશ્વર પુજારાએ કીગન પીટરસનનો કેચ છોડી દીધો હતો. તે સમયે પીટરસન 62 રને બેટિંગ કરી રહ્યો હતો. પુજારાએ કેચની સાથે મેચ પણ છોડી દીધી હતી. 


આ પણ વાંચોઃ WTC 2021-2023: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલની રેસમાંથી બહાર થઇ ભારતીય ટીમ


આફ્રિકાના પ્રવાસ સાથે ખતમ થયું પુજારાનું કરિયર
ટીમ ઈન્ડિયાએ આફ્રિકાના પ્રવાસ બાદ આગામી ટેસ્ટ સિરીઝ 25 ફેબ્રુઆરીથી શ્રીલંકા વિરુદ્ધ ભારતમાં રમવાની છે. આ ટેસ્ટ સિરીઝ પસંદગીકારો પુજારાને બહાર કરી દેશે, કારણ કે તે લાંબા સમયથી ટીમ માટે ભાર રૂપ સાબિત થઈ રહ્યો છે. પુજારા લાંબા સમયથી ફોર્મમાં નથી. તેની વિકેટ બાદ ટીમ પર દબાણ વધી જાય છે. 


પુજારાએ અત્યાર સુધી જે રીતે બેટિંગ કરી છે, તેના પર સતત સવાલ ઉઠી રહ્યાં છે. પુજારા ખરાબ બોલ પર પણ રન બનાવવાની તક ગુમાવી રહ્યો છે. આવો એક નજર કરીએ તે ક્યો ખેલાડી છે, જે શ્રીલંકા વિરુદ્ધ 25 ફેબ્રુઆરી 2022થી શરૂ થઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં પુજારાની જગ્યા લઈ શકે છે. 


આગામી સિરીઝમાં નંબર 3 પર આવશે આ બેટર
હનુમા વિહારીનો રેકોર્ડ જુઓ તો તેને પુજારાની જગ્યાએ દાવેદાર માનવામાં આવી રહ્યો છે. આ સિવાય કેટલાક ક્રિકેટ નિષ્ણાંતો અને પૂર્વ ખેલાડીઓ ત્રીજા સ્થાને શુભમન ગિલને તક આપવાની વાત કરી રહ્યા છે. શુભમન ગિલ જે રીતે બેટિંગ કરે છે તે ત્રીજા ક્રમે ફિટ થઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube