નવી દિલ્હી : વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા વિરૂધ્ધ બીજી ટેસ્ટ મેચમાં અડધી સદી ફટકારતાંની સાથે જ ઘણા રેકોર્ડ પોતાને નામ કરી લીધા છે. કેપ્ટન વિરાટ કોહલીએ મેચના પ્રથમ દિવસે ગુરૂવારે 63 રન બનાવી અણનમ રહ્યો હતો. મેચના બીજા દિવસે તેણે પોતાના 69 રન બનાવ્યા જે સાથએ તેણે પૂર્વ કેપ્ટન દિલીપ વેંગસરકરને પાછળ રાખી દીધા છે. વિરાટે આ ઇનિંગ દરમિયાન ન્યૂઝીલેન્ડના રોસ ટેલર અને ઇંગ્લેન્ડના કેન બારિંગટનથી પણ આગળ નીકળી ગયો છે. વિરાટ કોહલી જલ્દી બેંગાલ ટાઇગર સૌરવ ગાંગુલીને પણ પાછળ રાખી દેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યજમાન ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પૂણેમાં બીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. વિરાટ કોહલીએ આ મેચ પૂર્વે 80 મેચ રમી હતી જેમાં તેણે 6800 રન બનાવ્યા હતા અને સરેરાશ 53.12 હતી. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવા મામલે વિરાટ કોહલી કેન બારિંગટનથી છ, રોસ ટેલરથી 39 અને દિલીપ વેંગસરકરથી 68 રન પાછળ હતો.


તેણે ગુરૂવારે રમતમાં ઉતરતાં જ ધીરે ધીરે રન બનાવવા શરૂ કર્યા હતા અને ક્રમશ: બારિંગટન, રોસ ટેલરને પાછળ રાખી દીધા હતા. રોસ ટેલરે અત્યાર સુધી 94 ટેસ્ટમાં 6839 રન બનાવ્યા છે, બેરિંગટન 82 ટેસ્ટમાં 6806 રન બનાવી નિવૃત્ત થયો છે. 


વિરાટ કોહલીએ જ્યારે શુક્રવારે બેટીંગ શરૂ કરી ત્યારે તે દિલીપ વેંગસરકર (6868) રનથી માત્ર પાંચ રન પાછળ હતો. વિરાટે આ પાંચ રન બનાવી લેતાં તે વેંગસરકરથી આગળ નીકળી ગયો છે. વિરાટે ગુરૂવારે 105 બોલમાં 63 રન બનાવ્યા હતા. અહીં નોંધનિય છે કે, કર્નલ નામથી જાણીતા દિલીપ વેંગસરકરે 116 ટેસ્ટમાં 6868 રન બનાવ્યા હતા.


દિલીપ વેંગસરકરે વર્ષ 1976થી 1992 વચ્ચે રમાયેલ ટેસ્ટ મેચમાં 17 સદી ફટકારી હતી. સરેરાશ 42.13 છે. જ્યારે વિરાટે પોતાની ટેસ્ટ કેરિયરમાં 25 સદી અને 23 અર્ધસદી ફટકારી છે.


જુઓ LIVE TV