India vs Spain: હોકી વર્લ્ડ કપમાં ભારતની શાનદાર વિજયી શરૂઆત, હાર્દિક-અમિતના દમે સ્પેનને કચડ્યું!
અમિત રોહિદાસે શરૂઆતના ક્વાર્ટરમાં ભારતને લીડ અપાવી હતી. તેમણે 12મી મિનિટે પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો હતો. પછી હાર્દિક સિંહે આગલા ક્વાર્ટરમાં લીડ બમણી કરી. હાર્દિક સિંહે 26મી મિનિટે ફિલ્ડ ગોલ કરીને સ્કોર 2-0 કર્યો હતો.
India vs Spain Highlights: ભારતીય ટીમે હોકી વર્લ્ડકપ-2023માં જીત સાથે શાનદાર શરૂઆત કરી છે. તેણે ટૂર્નામેન્ટની પોતાની પ્રથમ મેચમાં સ્પેનને 2-0થી હરાવ્યું હતું. ભારતીય ટીમ તરફથી અમિત રોહિદાસ અને હાર્દિક સિંહે ગોલ કર્યા હતા. ટીમ ઈન્ડિયાના બંને ગોલ પહેલા હાફમાં જ થયા હતા. પછી બાકીના બે ક્વાર્ટરમાં કોઈ ટીમ ગોલ કરી શકી ન હતી.
ગુજરાતની જીવાદોરી સમાન અનેક નદીઓ પ્રદૂષિત, જાણો કઈ-કઈ નદી છે દુષિત લિસ્ટની યાદીમાં..
હાર્દિક અને અમિત ચમક્યા
અમિત રોહિદાસે શરૂઆતના ક્વાર્ટરમાં ભારતને લીડ અપાવી હતી. તેમણે 12મી મિનિટે પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો હતો. પછી હાર્દિક સિંહે આગલા ક્વાર્ટરમાં લીડ બમણી કરી. હાર્દિક સિંહે 26મી મિનિટે ફિલ્ડ ગોલ કરીને સ્કોર 2-0 કર્યો હતો. સ્પેનની ટીમ આખી મેચમાં એકપણ ગોલ કરી શકી ન હતી.
રોળાઈ શકે છે તમારું સપનું! પુરા પૈસા ભરી દીધા બાદ પણ લાભાર્થીઓને મળી રહ્યું નથી ઘર
ઓસ્ટ્રેલિયાએ ફ્રાંસને 8-0થી હરાવ્યું
જેરેમી હેવર્ડ અને ટોમ ક્રેગની હેટ્રિકથી વિશ્વના નંબર વન ઓસ્ટ્રેલિયાએ શુક્રવારે FIH મેન્સ હોકી વર્લ્ડકપમાં પૂલ A મેચમાં ફ્રાન્સને 8-0થી હરાવ્યું હતું. ક્રેગે 8મી, 31મી અને 44મી મિનિટમાં ફિલ્ડ ગોલ કર્યા હતા, જ્યારે હોવર્ડે 26મી, 28મી અને 38મી મિનિટે પેનલ્ટી કોર્નરથી 12 મિનિટની અંદર ત્રણેય ગોલ કર્યા હતા. અગાઉ ભૂતપૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન આર્જેન્ટિનાને વિશ્વની 14મા નંબરની ટીમ સાઉથ આફ્રિકા દ્વારા મોટા પડકાર મળ્યો હતો, જોકે આર્જેન્ટિનાએ આ મેચ 1-0થી જીતી લીધી હતી.