SL vs IND: ટાઈ થઈ ગઈ ભારત-શ્રીલંકા વચ્ચે પ્રથમ વનડે, જીત માટે 231 રન બનાવી શકી ટીમ ઈન્ડિયા
SL vs IND Highlights: ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વનડે મેચ ટાઈ થઈ ગઈ છે. શ્રીલંકાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા 230 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ પણ 230 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
કોલંબોઃ ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વનચે મેચ રોમાંચક અંદાજમાં ટાઈ થઈ છે. શ્રીલંકાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા 230 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ પણ 230 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાને જીત માટે 15 બોલમાં માત્ર 1 રનની જરૂર હતી તો પહેલા શિવમ દુબે અને પછી અર્શદીપ સિંહ આઉટ થઈ ગયા હતા. હવે સિરીઝની બીજી મેચ 4 ઓગસ્ટે આ જ મેદાન પર રમાશે. ભારત માટે કેપ્ટન રોહિત શર્માએ અડધી સદી ફટકારતા 58 રન ફટકાર્યા હતા. શ્રીલંકા માટે વાનિંદુ હસરંગાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.
શ્રીલંકાએ આપ્યો હતો 231 રનનો ટાર્ગેટ
શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલંકાએ ટર્ન લઈ રહેલી પિચ પર ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, પરંતુ તેની શરૂઆત સારી રહી નહીં. શ્રીલંકાએ અવિષ્કા ફર્નાન્ડોની વિકેટ ગુમાવી દીધી હતી, જેને મોહમ્મદ સિરાજે પેવેલિયન પરત મોકલ્યો હતો. પછી નિસાંકા અને કુસલ મેન્ડિસ (14 રન) એ બીજી વિકેટ માટે 39 રન ફટકારી વાપસીનો પ્રયાસ કર્યો. ટી20 સિરીઝની જેમ શ્રીલંકાએ પોતાની વિકેટ જલ્દી ગુમાવી હતી. ભારતીય બોલરોનો પ્રયાસ પણ સારો રહ્યો, જેણે શ્રીલંકાના બેટરોનો શોટ્સ રમવા માટે મજબૂર કર્યા હતા. મેન્ડિસને શિવમ દુબેએ આઉટ કર્યો હતો. શ્રીલંકાનો સ્કોર બે વિકેટ પર 46 રનથી 27મી ઓવરમાં પાંચ વિકેટ પર 101 રન થઈ ગયો હતો. એક તરફ વિકેટ પડી રહી હતી જ્યારે બીજા છેડા પર દુનિથ વેલાલાગે ટકી રહ્યો, જેણે 59 બોલમાં અડધી સદી ફટકારી ટીમનો સ્કોર 200ને પાર પહોંચાડ્યો હતો.
આ પણ વાંચો- 52 વર્ષ બાદ ભારતે ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, હોકીમાં 3-2થી મેળવી જીત
ભારતીય બેટરો ફેલ રહ્યાં
વોશિંગટન સુંદરને બેટિંગ ક્રમમાં ચોથા ક્રમે મોકલવામાં આવ્યો જે 5 રન બનાવી આઉટ થઈ ગયો હતો. વિરાટ કોહલી 9 મહિના બાદ વનડે રમવા ઉતર્યો, જે 24 રન બનાવી શક્યો હતો. ગૌતમ ગંભીરના કોચ બન્યા બાદ અય્યરની ટીમમાં વાપસી થઈ અને તેની પાસે મોટી ઈનિંગ રમવાની તક હતી. શ્રેયસ અય્યર પણ 23 રન બનાવી શક્યો હતો.
કેએલ રાહુલ અને અક્ષર પટેલની મહત્વની ભાગીદારી
ભારતીય ટીમે એક સમયે 132 રન પર 5 વિકેટ ગુમાવી દીધી હતી અને તેને 99 રનની જરૂર હતી. અહીંથી કેએલ રાહુલ અને અક્ષર પટેલ વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ હતી. કેએલ રાહુલે 31 કો અક્ષર પટેલે 33 રન ફટકાર્યા હતા. શિવમ દુબે 24 રન બનાવી આઉટ થયો હતો.