નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની સીરિઝની પ્રથમ મેચ મોહાલીમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ આરામથી ત્રીજા દિવસે એક દાવ અને 222 રનથી જીતી લીધી હતી. ભારતે તેનો પ્રથમ દાવ 574 રન બનાવીને ડિકલેર કર્યો હતો. જેમાં રવિન્દ્ર જાડેજાએ 175 રન બનાવ્યા હતા. મેચમાં શાનદાર પ્રદર્શન કરતા ટીમ ઈન્ડિયાના બોલરોએ શ્રીલંકાને પ્રથમ દાવમાં 174 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ રીતે ભારતને પ્રથમ દાવમાં 400 રનની લીડ મળી હતી. પરંતુ ફોલોઓનનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી લંકાની ટીમ બીજા દાવમાં પણ માત્ર 178 રનમાં આઉટ થઈ ગઈ હતી.


ભારતના બોલરોએ કર્યું શાનદાર પ્રદર્શન 
ફોલોઓન રમવા ઉતરેલી શ્રીલંકાની ટીમ ક્યારેય રમતમાં પાછી ફરી નહોતી. ભારતીય ટીમના બોલરોએ પીચનો સારો એવો ફાયદો ઉઠાવ્યો હતો. રવીન્દ્ર જાડેજાએ બીજી ઇનિંગમાં 4 વિકેટ ઝડપી હતી. આ રીતે જાડેજાએ આ મેચમાં કુલ 9 વિકેટ ઝડપી હતી. બીજી બાજુ આર. અશ્વિને બીજી ઇનિંગમાં પણ 4 વિકેટ ઝડપી હતી. જ્યારે બે વિકેટ મોહમ્મદ શમીના ખાતામાં ગઈ હતી. શ્રીલંકાના કોઈપણ બેટ્સમેન મોટી ઈનિંગ રમી શક્યા ન હોતો. શ્રીલંકા તરફથી દિમુથ કરુણારત્ને 27 રન, પથુમ નિશંકાએ 6 રન, એન્જેલો મેથ્યુઝ 28 રન, ધનંજયા ડી સિલ્વા 30 રન, ચરિત અસલંકા 20 રન, સુરંગા લકમલ અને વિશ્વાવા શૂન્ય રને પેવેલિયન ભેગા થયા હતા. રવિચંદ્રન અશ્વિને 3 વિકેટ લીધી છે. મોહમ્મદ શમીએ બે વિકેટ ઝડપી હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube