India vs Sri Lanka, ગુવાહાટી T20: નવા વર્ષની શરૂઆતમાં બુમરાહ, ધવન પર નજર
ભારતીય ટીમ શ્રીલંકા વિરુદ્ધ ટી20 આંતરરાષ્ટ્રીયથી પોતાના નવા વર્ષના સફરની શરૂઆત કરશે. ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સિરીઝમાં 2-1થી જીત હાસિલ કરી હતી.
ગુવાહાટીઃ ભારત અને શ્રીલંકા (IND vs SL) વચ્ચે અહીંના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં ત્રણ મેચોની ટી20 (T20i) સિરીઝની પ્રથમ મેચ રવિવારે રમાશે. આ સિરીઝમાં બધાનું ધ્યાન ભારતના બે દિગ્ગજો- શિખર ધવન (shikhar dhawan) અને જસપ્રિત બુમરાહ (jasprit bumrah) પર રહેશે, જે ઈજા બાદ વાપસી કરી રહ્યાં છે.
વર્ષની શરૂઆત જીતની સાથે કરવા ઈચ્છશે ટીમ ઈન્ડિયા
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ભારતે ટી20 અને વનડે સિરીઝ બંન્નેમાં જીત હાસિલ કરી હતી. ત્યારબાદ ટીમ બ્રેક પર હતી અને હવે નવા વર્ષની શરૂઆત તે જીતની સાથે કરવા ઈચ્છશે. શ્રીલંકાની હાલની ટીમને જોવામાં આવે તો દરેક ક્ષેત્રમાં ભારતીય ટીમ તેના પર ભારે લાગી રહી છે. પરંતુ ટી20 અને રમતના આ નાના ફોર્મેટમાં કોઈપણ ટીમ ગમે તેને હરાવી શકે છે. આ ટી20 ફોર્મેટની ખાસિયત છે.
રણજીમાં દમદાર ફોર્મમાં હતો ધવન
ધવન ઈજાને કારણે ટીમથી બહાર હતો. તેણે રણજી ટ્રોફીમાં સદી ફટકારીને પોતાની ફિટનેસ સાબિત કરી દીધી છે. હવે સવાલ છે કે શું ધવન આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ પોતાનું ફોર્મ જાળવી રાખશે. તેના પર જવાબદારી વધુ છે, કારણ કે પસંદગીકારોએ આ સિરીઝ માટે વાઇસ-કેપ્ટન રોહિત શર્માને આરામ આપ્યો છે. રોહિત આ સમયે ફોર્મમાં છે અને ધવનની ઉપર પોતાના પૂર્વ સાથીની જગ્યા ભરવાની જવાબદારી છે.
સિડની ટેસ્ટઃ લાબુશેનની બેવડી સદી, આ મામલામાં સ્ટીવ સ્મિથને પણ છોડ્યો પાછળ
રાહુલ પાસે પણ તક
બીજીતરફ ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલ માટે પણ આ સિરીઝ પોતાને સાબિત કરવાનું એક મંચ છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ તેણે રોહિતની સાથે મળીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. ધવનની સાથે પણ તેણે આ કરવું પડશે સાથે વ્યક્તિગત રીતે ત્રીજા ઓપનિંગ બેટ્સમેન માટે પોતાની દાવેદારીને મજબૂત કરવી પડશે.
બુમરહાની વાપસી
બુમરાહ પણ જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ત્યારબાદ આ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય સિરીઝ છે. બુમરાહ માટે આ સિરીઝ અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી વનડે સિરીઝ એક પરીક્ષા છે, જે તેણે ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે આપવાની છે. આ બંન્ને સિવાય શાર્દુલ ઠાકુર અને નવદીપ સૈની માટે પણ તક છે કે તે હાલના સમયમાં બેકઅપ બોલર તરીકે પણ પોતાની દાવેદારી મજબૂત કરે.
શું કરશે પંત
હંમેશાની જેમ વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત પણ સામાન્ય રીતે વધુ એક પરીક્ષામાંથી પસાર થશે. હાં, જે જોવાનું રહેશે કે આ સિરીઝમાં પણ સંજૂ સેમસન ડ્રેસિંગ રૂમમાં બેસી રહેશે કે તેને મેદાન પર ઉતારીને મહેનત કરાવવામાં આવશે.
શ્રીલંકાની સામે મુશ્કેલ પડકાર
બીજીતરફ શ્રીલંકા માટે આ સિરીઝ મોટી પરીક્ષા છે. કેપ્ટન લસિથ મલિંગાના નેતૃત્વમાં ભારત અને શ્રીલંકાની ટીમમાં અનુભવી ખેલાડી એન્જેલો મેથ્યુઝને પરત બોલાવ્યો છે. તેની પાસે નિરોશન ડિકવેલા, કુશલ મેન્ડિસ, ધનંજય ડી સિલ્વા જેવા કેટલાક સારા ખેલાડી છે પરંતુ શું તે બધા ભારતીય જમીન પર શ્રીલંકાના ખરાબ ઈતિહાસને બદલવા સક્ષમ છે, તેના પર શંકા લાગે છે. કુલ મળીને બંન્ને ટીમો નવા વર્ષમાં વિજયી શરૂઆત કરવા ઈચ્છશે અને આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વિશ્વકપની તૈયારીઓ પર ધ્યાન આપશે.
India vs Sri Lanka: ટી20 આંતરરાષ્ટ્રીયમાં મોટા રેકોર્ડથી માત્ર એક રન દૂર છે કોહલી
ટીમ સંભવિત
ભારતઃ વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, યુજવેન્દ્ર ચહલ, શિખર ધવન, શિવમ દુબે, શ્રેયસ અય્યર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મનીષ પાંડે, રિષભ પંત, લોકેશ રાહુલ, નવદીપ સૈની, સંજૂ સેમસન, શાર્દુલ ઠાકુર, વોશિંગટન સુંદર.
શ્રીલંકાઃ લસિથ મલિંગા, ધનંજય ડી સિલ્વા, વાન્નિડુ હસારન્ગા, નિરોશન ડિકવેલા, ઓશાને ફર્નાન્ડો, આવિશ્કા ફર્નાન્ડો, દાનુષ્કા ગુણાથિલકા, લાહિરુ કુમારા, એન્જેલો મેથ્યૂઝ, કુશલ મેન્ડિસ, કુશલ પરેરા, ભાનુકા રાજપક્ષા, કાસુન રજીથા, લક્ષણ સંદકાના, દાસુન શનકા, ઇસુરૂ ઉડાના.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube