IND vs SL : ભારત-શ્રીલંકા સિરીઝના કાર્યક્રમમમાં ફેરફાર, 18 જુલાઈએ રમાશે પ્રથમ વનડે, જય શાહે કરી જાહેરાત
India vs Sri Lanka: સમાચાર એજન્સી એએનઆઈએ જય શાહના હવાલાથી ટ્વીટ કર્યુ, શ્રીલંકા કેમ્પમાં કોરોના કેસ સામે આવ્યા બાદ ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે સિરીઝની શરૂઆત 18 જુલાઈથી થશે.
નવી દિલ્હીઃ શિખર ધવનની આગેવાનીવાળી ભારતીય ક્રિકેટ ટીમ અને શ્રીલંકા (IND vs SL ODI Series) વચ્ચે વનડે સિરીઝની શરૂઆત હવે 13ની જગ્યાએ 18 જુલાઈથી થશે. તેની જાણકારી બીસીસીઆઈ સચિવ જય શાહે શનિવારે આપી છે. ભારતની ટીમ શ્રીલંકાના પ્રવાસ પર ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચોની સિરીઝ રમવાની છે.
આ ફેરફાર યજમાન શ્રીલંકા ટીમના કેમ્પમાં કોવિડ-19 કેસ સામે આવ્યા બાદ કરવામાં આવ્યો છે. ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા એસએલસી સાથે ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રીલંકા ટીમમાં કોરોના કેસ સામે આવ્યા બાદ સિરીઝને આગળ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સમાચાર એજન્સી એએનઆઈએ જય શાહના હવાલાથી ટ્વીટ કર્યુ, શ્રીલંકા કેમ્પમાં કોરોના કેસ સામે આવ્યા બાદ ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે સિરીઝની શરૂઆત 18 જુલાઈથી થશે.
આ પણ વાંચોઃ આ એક શાનદાર કેચ હતો હરલીન દેઓલ, મારા માટે વર્ષનો આ સર્વશ્રેષ્ઠ કેચ છે: સચિન તેંડુલકર
ત્રણ મેચોની વનડે સિરીઝ જે 13 જુલાઈથી શરૂ થવાની હતી તે હવે 18 જુલાઈથી થશે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડ ઈચ્છે છે કે ખેલાડી ખુદની સુરક્ષા માટે હજુ થોડા દિવસ ક્વોરેન્ટીન પીરિયડમાં રહે. શ્રીલંકાના બેટિંગ કોચ ગ્રાન્ટ ફ્લાવર અને ટીમના પરફોર્મંસ વિશ્લેષક ઈંગ્લેન્ડના પ્રવાસેથી પરત આવ્યા બાદ પોઝિટિવ આવ્યા છે.
ભારત-શ્રીલંકા સિરીઝનો નવો કાર્યક્રમ
પ્રથમ વનડે- 18 જુલાઈ
બીજી વનડે- 20 જુલાઈ
ત્રીજી વનડે- 23 જુલાઈ
ટી-20 સિરીઝનો કાર્યક્રમ
25 જુલાઈ- પ્રથમ ટી20
27 જુલાઈ- બીજી ટી20
29 જુલાઈ- ત્રીજી ટી20
ભારતીય ટીમ નીચે મુજબ છે
શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શો, દેવદત્ત પડિક્કલ, રૂતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, નીતીશ રાણા, ઇશાન કિશન, સંજુ સેમસન, યુઝવેન્દ્ર ચહલ, રાહુલ ચહર, કે ગૌતમ, કૃણાલ પંડ્યા , કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર (ઉપ-કપ્તાન), દીપક ચહર, નવદીપ સૈની, ચેતન સાકરીયા. નેટ બોલર: ઇશાન પોરલ, સંદીપ વોરિયર, અર્શદીપ સિંહ, સાંઇ કિશોર, સિમરનજીત સિંહ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube