IND VS SL: બીજી ટી -20 મેચ મોકૂફ, કોરોના પોઝિટિવ આવ્યો કૃણાલ પંડ્યા
શ્રીલંકાની (sri lanka) સામે ટી20 સિરીઝ રમી રહેલી ટીમ ઇન્ડિયાને (Team India) મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા (Krunal Pandya) કોરોના પોઝિટિવ (COVID-19) આવ્યો છે
નવી દિલ્હી: શ્રીલંકાની (sri lanka) સામે ટી20 સિરીઝ રમી રહેલી ટીમ ઇન્ડિયાને (Team India) મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા (Krunal Pandya) કોરોના પોઝિટિવ (COVID-19) આવ્યો છે. જેના કારણે ભારત અને શ્રીલંકાની (India vs sri lanka) વચ્ચે આજે રમાઈ રહેલી બીજી ટી20 (T20) મેચ મોકૂફ રાખવામાં આવી છે. જો બાકીના ખેલાડીઓ નેગેટિવ આવશે તો બુધવાર એટલે કે આવતી કાલે મેચ યોજાઈ શકે છે.
કૃણાલ પંડ્યાને થયો કોરોના
શ્રીલંકા ક્રિકેટ અધિકારીએ આઇએએનએસને કૃણાલ પંડ્યા કોરોના પોઝિટિવ થયો હોવાની પુષ્ટી કરી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ નિવેદન જાહેર કરી આ વાતની પુષ્ટી કરી છે. બીસીસીઆઇએ નિવેદન જાહેર કરી કહ્યું કે, ભારત અને શ્રીલંકાની વચ્ચે આજે આયોજીત બીજી ટી20 મેચ એક દિવસ માટે મોકૂફ રાખવામાં આવી છે અને હવે આ બુધવારના રમાઈ શકે છે.
Tokyo Olympics: સ્પેનને 3-0થી પરાજય આપી ભારતીય હોકી ટીમની શાનદાર વાપસી
નિવેદનમાં કહ્યું કે, મેચથી પહેલા મંગળવારની સવારે રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં ટીમના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોના પોઝિટિવ આવ્યો છે. મેડિકલ ટીમે આઠ સભ્યોની ઓળખ કરી છે જે તેમના નજીકના સંપર્કમાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, આખી ટીમનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં ટીમમાં કોરોનાના અન્ય કેસ સામે આવ્યા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube