IND vs WI 2nd ODI: ભારતે પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી રોમાંચક વનડે મેચમાં વેસ્ટ ઈન્ડિઝને બે વિકેટથી હરાવી દીધુ. ટીમ ઈન્ડિયાની આ ભવ્ય જીત અપાવવામાં અક્ષર પટેલનો સિંહફાળો રહ્યો. અક્ષરે 64 રનની તોફાની ઈનિંગ રમીને વેસ્ટિ ઈન્ડિઝના કબજામાંથી મેચ છીનવી લીધી. અક્ષર પટેલે 35 બોલમાં 3 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકારીને જીત અપાવી. આ સાથે જ ભારત 3 મેચની વનડે સિરીઝમાં 2-0થી આગળ છે. ભારતે આ સિરીઝ પણ કબજે કરી લીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાસ વાત એ રહી કે અક્ષર પટેલે મેચની છેલ્લી ઓવરના ચોથા બોલ પર છગ્ગો ફટકારીને શાનદાર અંદાજમાં મેચ ફિનિશ કરી. આ જીત સાથે જ ભારતે ત્રણ મેચની વનડે શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી છે. ભારતીય ટીમની વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ આ સતત 12મી સિરિઝ જીત છે. 


વેસ્ટ ઈન્ડિઝે આપ્યો 312 રનનો ટાર્ગેટ
ટોસ જીતીને બેટિંગ લેનારી વેસ્ટ ઈન્ડિઝની ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 311 રન કર્યા. શાઈ હોપે પોતાની 100મી વનડે મેચમાં શાનદાર સદી ફટકારી. હોપે 125 બોલનો સામનો કરતા 8 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 115 રનની ઈનિંગ રમી. જ્યારે કેપ્ટન નિકોલસ પુરને 74 અને કાઈલ મેયર્સે 39 રનનું યોગદાન આપ્યું. આ દરમિયાન શાઈ હોપ અને નિકોલસ પુરને ચોથી વિકેટ માટે 117 રનની શાનદાર પાર્ટનરશીપ પણ કરી. ભારત તરફથી શાર્દુલ ઠાકુરને સૌથી વધુ 3 સફળતા મળી. 


ભારતે ચેઝ કર્યો ટાર્ગેટ
ટાર્ગેટનો પીછો કરતા ભારતની શરૂઆત સારી રહી. કેપ્ટન ધવન અને શુભમન ગિલે પહેલી વિકટ માટે 11 ઓવરમાં 48 રનની  ભાગીદારી કરી. આ દરમિયાન ગિલ પોતાના ટચમાં જોવા મળ્યો પણ ધવન એક એક રન માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો. ધવને 31 બોલમાં માત્ર 13 રન કર્યા અને રોમારિયો શેફર્ડના બોલ પર આઉટ થઈ ગયો. ધવન બાદ શુભમન ગિલ 43 રને અને સૂર્યકુમાર યાદવ 9 રન કરી આઉટ થયા. કાઈલે મેયર્સે બંનેને આઉટ કર્યા. 


79 રન પર 3 વિકેટ ગુમાવ્યા બાદ શ્રેયસ ઐય્યર અને સંજૂ સેમસને મોરચો સંભાળ્યો. બંને ખેલાડીઓએ ઝડપથી બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમ પર પ્રેશર બનાવ્યું. સંજૂ અને શ્રેયસે ચોથી વિકેટ માટે 99 રનની ભાગીદારી કરી. શ્રેયસે જ્યાં 71 બોલ પ 63 રન કર્યા. ત્યાં સેમસને પોતાની વનડે કરિયરની પહેલી અડધી સદી ફટકારતા કુલ 54 રન કર્યા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube