કોલકત્તાઃ ભારતીય ટીમે રોમાંચકની પરાકાષ્ઠા સુધી પહોંચેલી બીજી ટી20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 8 રને હરાવી દીધું છે. અંતિમ ઓવરના ચાર બોલ પર ચાર સિક્સની જરૂર હતી, પરંતુ હર્ષલ પટેલની ઓવરમાં રોવમેન પોવેલ અને કાયરન પોલાર્ડ કોઈ કરિશ્મા કરીશક્યા નહીં. આ રીતે ટીમ ઈન્ડિયાએ 8 રમે મેચ પોતાના નામે કરી છે. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 5 વિકેટે 186 રન ફટકાર્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝ ટીમ 3 વિકેટ પર 178 રન બનાવી શકી. આ જીત સાથે ભારતે સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલાં વિરાટ કોહલી અને રિષભ પંતની અડધી સદીની મદદથી ભારતે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીજી ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં શુક્રવારે અહીં પાંચ વિકેટ પર 186 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. કોહલીએ 41 બોલ પર 52 રન જ્યારે પંતે 28 બોલમાં અણનમ 52 રન બનાવ્યા હતા. આ બંનેએ સમાન રન બનાવવાની સાથે સમાન સાત-સાત ચોગ્ગા અને એક-એક છગ્ગો પણ ફટકાર્યો હતો. પંતે વેંકટેશ અય્યર (18 બોલ પર 33 રન, ચાર ફોર, 1 સિક્સ) ની સાથે પાંચમી વિકેટ માટે 35 બોલ પર 76 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. 


વેસ્ટ ઈન્ડિઝ તરફથી રોસ્ટેન ચેસે 25 રન આપી બે વિકેટ લીધી હતી. કોહલી શરૂઆતથી દ્રઢ ઈરાદા સાથે ક્રીઝ પર ઉતર્યો હતો. તેણે પોતાની ટાઇમિંગનો શાનદાર નમૂનો રજૂ કરતા સ્પિનર અકીલ હુસૈન પર બે ચોગ્ગાથી શરૂઆત કરી અને ત્યારબાદ હોલ્ડરની ઓવરમાં બાઉન્ડ્રી ફટકારી હતી. રોમેરિયો શેફર્ડનું સ્વાગત પણ તેણે બે ચોગ્ગા સાથે કર્યુ હતું. રોહિત શર્મા (18 બોલમાં 19 રન) શેફર્ડની આ ઓવરમાં સિક્સ ફટકારી પાવરપ્લેમાં ભારતનો સ્કોર 1 વિકેટ પર 49 રન પર પહોંચાડ્યો, પરંતુ ભારતીય કેપ્ટન ત્યારબાદ આઉટ થઈ ગયો હતો. 


આ પણ વાંચોઃ IPL માં તગડી રકમ મળતા જ આ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે છોડી કાઉન્ટી ટીમ, ગુજરાત ટાઈટન્સ તરફથી રમશે


બેન્ડન કિંગે આ વખતે કેચ લેવામાં ભૂલ કરી નહીં. સૂર્યકુમાર યાદવ આઠ રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ વિરાટ કોહલી બોલ્ડ થયો હતો. કોહલીએ ચેસની ઓવરમાં સિક્સ ફટકારી પોતાના ટી20 કરિયરની 30મી અડધી સદી પૂરી કરી હતી. કોહલી પોતાની અંતિમ ઓવરોમાં સ્પિનરોની સામે આક્રમક બેટિંગ કરી શક્યો નહીં. 


બોલિંગમાં સતત પરિવર્તન કરી રહેલ પોલાર્ડ 15મી ઓવરમાં બોલિંગ કરવા આપ્યો તો પંતે ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. પંતે અંતિમ ઓવરમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. પરંતુ ઈશાન કિશન ઓપનિંગ બેટરના રૂપમાં પ્રભાવિત કરી શક્યો નહીં. તે રન બનાવવા માટે સંઘર્ષ કરતો રહ્યો અને કોટરેલની ઓવરમાં 10 બોલમાં 2 રન બનાવી આઉટ થયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube