ત્રિનિદાદઃ IND vs WI Port of Spain weather Update : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ જીતીને સિરીઝમાં લીડ મેળવી ચુકી છે, જ્યારે બીજી ટેસ્ટ મેચ જીતવાની નજીક છે. બીજી ટેસ્ટ પોર્ટ ઓફ સ્પેનમાં  રમાઈ રહી છે. આજે મેચના છેલ્લા દિવસે ભારતને જીત માટે આઠ વિકેટની જરૂર છે તો વેસ્ટ ઈન્ડિઝ ટીમને જીત માટે 289 રનની જરૂર છે. જો આખા દિવસની રમત રમાઈ તો ટીમ ઈન્ડિયા જીતથી દૂર નથી. પરંતુ છેલ્લા દિવસે વરસાદ વિલન બની શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતને જીત માટે 8 વિકેટની જરૂર
ભારતીય ટીમે મેચની પ્રથમ ઈનિંગમાં 438 રન બનાવ્યા હતા, ત્યારે લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયાને બીજી ઈનિંગમાં બેટિંગની જરૂર પડશે નહીં. વેસ્ટ ઈન્ડિઝની ટીમ મોટો સ્કોર ન કરી શકી પરંતુ તે ફોલોઓન બચાવવામાં જરૂર સફળ રહી હતી. ત્યારબાદ જ્યારે ટીમ ઈન્ડિયા બેટિંગ કરવા ઉતરી તો તેણે ટી20ની જેમ વિસ્ફોટક અંદાજમાં બેટિંગ કરી હતી. રોહિત શર્મા, યશસ્વી જાયસવાલ, શુભમન ગિલ અને ઈશાન કિશને આક્રમક બેટિંગ કરી અને ટીમનો સ્કોર 24 ઓવરમાં 181 રન સુધી પહોંચાડી દીધો હતો. તે પણ બે વિકેટના નુકસાન પર. ભારતે વેસ્ટ ઈન્ડિઝને મેચ જીતવા માટે 365 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ચોથા દિવસના અંતે વેસ્ટ ઈન્ડિઝે બે વિકેટે 76 રન બનાવ્યા છે. ભારતને મેચ જીતવા છેલ્લા દિવસે 8 વિકેટની જરૂર છે. 


પાંચમાં દિવસે વરસાદની આશંકા
આ વચ્ચે તેમ લાગે છે કે પાંચમાં દિવસે મેચમાં વરસાદનું વિઘ્ન આવશે.  Accuweather ના રિપોર્ટ અનુસાર પોર્ટ ઓફ સ્પેનમાં સ્થાનીક સમયાનુસાર બપોરે 1 કલાકે વરસાદની લગભગ 47 ટકા સંભાવના છે, જ્યારે સ્થાનીક સમયાનુસાર બપોરે 2 કલાકે ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. પ રં તુ બપોરે 3 કલાક બાદ પણ વાદળો છવાયેલા રહેશે. પરંતુ તે સમયે વરસાદની શક્યતા નથી. છતાં સમસ્યા છે કે જો વાદળો હશે તો રોશની ઓછી થઈ જશે અને તેવામાં અમ્પાયર રમત રોકી શકે છે. જો અમ્પાયર ખરાબ હવામાનને કારણે દિવસ વહેલો સમાપ્ત કરે તો ટીમ ઈન્ડિયાએ આ મેચમાં ડ્રોથી સંતોષ માનવો પડી શકે છે. એટલે કે મેચમાં છેલ્લા દિવસે વરસાદ પર પણ નજર રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube