ત્રિનિદાદઃ India vs West Indies 2nd Test Playing 11: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ મેચ ગુરૂવાર 20 જુલાઈથી ત્રિનિદાદના ક્વીન્સ પાર્ક ઓવલમાં રમાશે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ટેસ્ટ મેચ ઈનિંગ અને 141 રને જીતી હતી. તેવામાં ટીમ ઈન્ડિયા હવે ક્લિનસ્વીપ કરવા ઈચ્છશે. તો કેરેબિયન ટીમ બીજી મેચ જીતીને સિરીઝ ડ્રો કરવાનો પ્રયાસ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેસ્ટ ઈન્ડિઝ ટીમમાં થઈ શકે છે ફેરફાર
બીજી ટેસ્ટમાં વિન્ડીઝ ટીમમાં એક ફેરફાર થઈ શકે છે. ફાસ્ટ બોલર શૈનન ગેબ્રિયલને પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળી શકે છે. આ સિવાય બીજી ટેસ્ટ માટે ટીમમાં કેવિન સિંકલેયરને પણ સામેલ કરવામાં આવી શકે છે. જોમેલ વરીકનના સ્થાને પ્લેઇંગ ઇલેવનમાં સિંકલેયરને તક મળી શકે છે. 


ભારત માટે પ્રથમ ટેસ્ટમાં યશસ્વી જાયસવાલ અને ઈશાન કિશને પર્દાપણ કર્યું હતું. ઓપનર જાયસવાલે પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારી તો વિકેટકીપર ઈશાન કિશન એક રન બનાવી અણનમ રહ્યો હતો. હવે જોવાની વાત છે કે ટીમ ઈન્ડિયા બીજી ટેસ્ટમાં ફેરફાર કરશે કે નહીં. 


આ પણ વાંચોઃ મારા કોઈ મિત્ર નથી, હવે ઘરેથી નથી નિકળતો... કેમ હતાશ અને નિરાશ થઈ ગયો પૃથ્વી શો?


શું મુકેશ કુમારને મળશે તક?
પ્રથમ ટેસ્ટમાં ફાસ્ટ બોલિંગની જવાબદારી મોહમ્મદ સિરાજ, જયદેવ ઉનડકટ અને શાર્દુલ ઠાકુરે સંભાળી હતી. હવે પર્દાપણની રાહ જોઈ રહેલા મુકેશ કુમારને બીજી ટેસ્ટમાં તક મળશે કે નહીં, તે મોટો સવાલ છે. પ્રથમ ટેસ્ટમાં જીત બાદ કેપ્ટન રોહિત શર્મા કોઈ ફેરફાર ન કરે તો મુકેશ કુમારે રાહ જોવી પડી શકે છે. 


બીજી ટેસ્ટ માટે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ યશસ્વી જાયસવાલ, રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ઈશાન કિશન, રવીન્દ્ર જાડેજા, આર અશ્વિન, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ અને મોહમ્મદ સિરાજ.


બીજી ટેસ્ટ માટે વિન્ડીઝની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ ક્રેગ બ્રેથવેટ, તેજનારાયણ ચંદ્રપોલ, જરમૈન બ્લેકવુડ, એલિક અથાનઝે, રમૈન રીફર, જોશુઆ ડિ સિલ્વા, જેસન હોલ્ડર, કેવિન સેંકલેયર, શૈનન ગ્રેબિયલ, રકહીમ કોર્નવાલ અને અલ્ઝારી જોસેફ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube