રાજકોટઃ ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચેની પહેલી ટેસ્ટનું પરિણામ ત્રીજો દિવસ પૂરો થાય તે પહેલાં જ આવી ગયું છે. ભારતે વિન્ડીઝને એક ઇનિંગ અને 272 રને પરાજય આપ્યો છે. ભારતે પહેલી ઇનિંગમાં 9 વિકેટ 649 રન કરીને દાવ ડિક્લેર કર્યો હતો. જેના જવાબમાં વિન્ડીઝની પહેલી ઇનિંગ 181 રન સમેટાઈ જતાં ફોલોઓનનો સામનો કરવો પડ્યો હતો. બીજી ઇનિંગમાં પણ પોવેલ સિવાય કોઈ બેટ્સમેન રમી શક્યો નહિ અને વિન્ડીઝ 196 રનમાં ઓલઆઉટ થયું હતું. ભારત તરફથી બીજી ઇનિંગમાં કુલદીપ યાદવે શ્રેષ્ઠ દેખાવ કરતા 5 વિકેટ ઝડપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેસ્ટ ઇન્ડિઝ તકફથી બીજી ઇનિંગની શરૂઆત ક્રૈગ બ્રેથવેટ અને કેરન પાવેલ દ્વારા શરૂ કરવામાં આવી હતી. મોહમ્મદ શમીએ ઇનિંગનો પહેલો બોલ જ નોબોલ નાખ્યો હતો. જ્યારે વેસ્ટઇન્ડિઝ ટીમને કેપ્ટન બ્રેથવેટ માત્ર 10 રન બનાવીને અશ્વિનનો શિકાર બન્યો હતો. ત્રીજા દિવસના લંચ સુધીમાં વેસ્ટઇન્ડિઝ ટીમ લંચ સુધીમાં 33 રનમાં એક વિકેટ ગુમાવી દીધી છે. 


ત્રીજા દિવસના પહેલા દિવસે જ પહેલી સફળતા ઉમેશ યાદવે આપાવી હતી. ઉમેશ યાદવે કિમો પોલવે મિડવિકેટ પર ઉભેલા ચેતેશ્વર પૂજારાના હાથે કેચ આઉટ થયો હતો. પોલ ફિફ્ટી ચૂકીને 47 રન કરીને આઉટ થયો હતો. તે સમયે રોસ્ટન ચેસ 42 રન બનાવીને ક્રીઝ પર તૈનાત હતો. બંન્ને વચ્ચે 73 રનની ભાગીદારી થઇ હતી. 


વેસ્ટઇન્ડિઝની પ્રથમ ઇનિંગમાં થયો ધબડકો 
વેસ્ટઇન્ડિઝ પહેલી ઇનિંગમાં 181 રન કરીને ઓલ આઉટ થઇ હતી, ઇનિંગની છેલ્લી વિકેટ આર. અશ્વિને લીધી હતી. મહત્વનું છે, કે અશ્વિને આ ઇનિંગમાં કુલ 4 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ શમીએ 2 વિકેટ, જાડેજા, કુલદીપ, અને ઉમેશે 1-1 વિકેટ લીધી હતી.