કિંગસ્ટન (જમૈકા): વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ અહીં બીજી ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર હનુમા વિહારીએ ટેસ્ટ કરિયરની પ્રથમ સદી પોતાના સ્વર્ગસ્થ પિતાને સમર્પિત કરી છે. આ સાથે-સાથે તેણે ઇશાંત શર્માનો પણ આભાર માન્યો છે, જેણે વિહારીની સાથે બીજા છેડા પર ઉભા રહીને મુશ્કેલ પરિસ્થિતિમાં કોઈ બેટ્સમેનની જેમ શાનદાર બેટિંગ કરી હતી. વિહારીએ આ મેચની પ્રથમ ઈનિંગમાં 111 રન બનાવ્યા અને ફાસ્ટ બોલર ઇશાંત શર્માના 8મી વિકેટ માટે 112 રનની મહત્વની ભાગીદારી કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે પ્રથમ ઈનિંગમાં 416 રનનો વિશાળ સ્કોર કર્યો હતો. દિવસની સમાપ્તિ થયા બાદ 25 વર્ષીય યુવા ખેલાડીએ કહ્યું, 'જ્યારે હું 12 વર્ષનો હતો ત્યારે મારા પિતાનું નિધન થઈ ગયું હતું અને ત્યારથી મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનો નિર્ણય લીધો હતો. હું મારી પ્રથમ સદી તેમને સમર્પિત કરુ છું.'


મેચ બાદ વિહારીએ કહ્યું, 'સદી ફટકારીને ખુબ ખુશ છું અને તેનો શ્રેય ઇશાંત શર્માને પણ જવો જોઈએ. એક બેટ્સમેનના રૂપમાં આજે (શનિવારે) તે મારાથી પણ શાનદાર લાગ્યો હતો. જે પ્રકારે તે રમી રહ્યો હતો તે શાનદાર હતું. અમે બંન્ને સતત વાત કરી રહ્યાં હતા કે બોલર શું કરી રહ્યો છે અને તેનો અનુભવ મને ખુબ કામ લાગ્યો.'

IND vs WI: જસપ્રીત બુમરાહે વિન્ડીઝ વિરુદ્ધ ઝડપી હેટ્રિક, બન્યા આ રેકોર્ડ 

વિહારીએ કહ્યું, 'આજે ખુબ ભાવક દિવસ છે અને મને આશા છે કે તે જ્યાં પણ હશે તેને મારા પર ગર્વ હશે.' તેણે સ્વિકાર્યું કે તે પ્રથમ દિવસની રમત સમાપ્ત થયા બાદ તે સારી રીતે આરામ કરી શકતો નહતો. 


વિહારીએ કહ્યું, હું કાલે 42 રન પર બેટિંગ કરી રહ્યો હતો તો મને રાત્રે ખુબ સારી નિંદર ન આવી. હું એક મોટો સ્કોર બનાવવા ઈચ્છી રહ્યો હતો અને મને ખુશી છે કે મેં તે 100ના આંકડાને પાર કરી લીધો. હું આ પરિસ્થિતિમાં સદી ફટકારીને ખુશ છું.