એન્ટીગાઃ રવિવારે એન્ટીગામાં જસપ્રીત બુમરાહે ફાસ્ટ બોલિંગનો ક્લાસિક  નમૂનો રજૂ કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ મેચના ચોથી દિવસે પોતાની બોલિંગથી યજમાન ટીમને ધ્વસ્ત કરી દીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુમરાહે 8 ઓવરોમાં માત્ર 7 રન આપીને વેસ્ટ ઈન્ડિઝના પાંચ બેટ્સમેનોને આઉટ કર્યાં હતા. આ ટેસ્ટ મેચની એક ઈનિંગમાં ચોથી તક હતી, જ્યારે બુમરાહે પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપી છે. તેના આ પ્રદર્શનની મદદથી ભારતે ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાની સરફ જીત સાથે શરૂ કરી છે. 


બુમરાહે બનાવ્યો આ રેકોર્ડ
બુમરાહે હવે તે વિદેશી ધરતી પર ટેસ્ટ મેચની ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી છે, જ્યાં તે ક્રિકેટ રમ્યો છે. તે સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝમાં ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપનાર પ્રથમ એશિયન બોલર બની ગયો છે. બુમરાહે જાન્યુઆરી 2018મા ટેસ્ટ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. આ મેચની પ્રથમ ઈનિંગમાં તે સૌથી ઓછી ટેસ્ટ મેચો (11)મા 50 વિકેટ ઝડપનાર ભારતીય ફાસ્ટર બન્યો હતો. 
 


વેસ્ટ ઇન્ડિઝને 318 રનથી હરાવ્યું, વર્લ્ડ ચેમ્પિયનશિપના ટોપ પર પહોંચ્યું ભારત


બુમરાહે રવિવારે ક્રેગ બ્રાથવેટને આઉટ કરીને પોતાના વિકેટ લેવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ જોન કૈમ્બલને બોલ્ડ કર્યો હતો. આ રીતે ડેરેન બ્રાવો બુમરાહનો શિકાર બન્યો હતો. શાઈ હોપને પણ તેણે બોલ્ડ કર્યો અને પછી વેસ્ટ ઈન્ડિઝનો કેપ્ટન જેસન હોલ્ડર તેનો શિકાર બન્યો હતો. 


આ પહેલા રહાણેએ બે વર્ષ બાદ ટેસ્ટમાં સદી ફટકારીને ભારતને 343 સુધી પહોંચાડ્યું હતું. તે 102 રન બનાવી આઉટ થયો હતો. બીજીતરફ હનુમા વિહારી પોતાની પ્રથમ ટેસ્ટ સદી માત્ર સાત રને ચુકી ગયો હતો.