માનચેસ્ટરઃ વિશ્વ કપ ક્રિકેટ 2019મા ગુરૂવાર (27 જૂન)એ ભારતનો મુકાબલો વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ થવાનો છે. આ મેચની તૈયારી કરવા પહોંચેલી ટીમ ઈન્ડિયાએ મંગળવારે ખરાબ હવામાનનો સામનો કરવો પડ્યો હતો. આખતે ઈન્ડોર નેટ પ્રેક્ટિસ કરી હતી. વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી વિશ્વકપમાં એકપણ મેચ ગુમાવી નથી. તેની એક મેચ વરાસદને કારણે રદ્દ થઈ ગઈ હતી. આ રીતે ટીમ ઈન્ડિયાના 5 મેચોમાં 9 પોઈન્ટ છે. બીજીતરફ વેસ્ટ ઈન્ડિઝે જે રીતે પાકિસ્તાનને હરાવીને શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ તે પોતાની લય જાળવી શકી નથી. તેના 6 મેચોમાં માત્ર ત્રણ પોઈન્ટ છે. પરંતુ ઓલ્ડ ટ્રેફર્ડમાં બંન્ને ટીમો વચ્ચે મુકાબલો રોમાંચક બની શકે છે. અહીં અમે તમને ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી આ મેચ માટે બંન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ 11 વિશે જાણકારી આપી રહ્યાં છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતઃ ફેરફારની શક્યતા નહિવત
તે વાતની સંભાવના ઓછી છે કે વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રી વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટીમમાં કોઈ ફેરફાર કરશે. પરંતુ તે કહેવામાં આવી રહ્યું છે કે, કેદાર જાધવના સ્થાને રવીન્દ્ર જાડેજા કે રિષભ પંતને તક મળી શકે છે. ભુવનેશ્વર ફિટ થઈ ગયો છે પરંતુ શમીને બહાર કરવો આસાન રહેશે નહીં. તે શાનદાર બોલિંગ કરી રહ્યો છે અને હેટ્રિક ઝડપી ચુક્યો છે. ધોનીનું બેટથી પ્રદર્શન જરૂર ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય બની શકે છે. 

વિશ્વકપમાં વેસ્ટ ઈન્ડિઝ પર ભારતનો દબદબો, 40 વર્ષમાં આવો રહ્યો છે રેકોર્ડ 
 


આ હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ XI
રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, વિજય શંકર, એમએસ ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ. 


વેસ્ટ ઈન્ડિઝઃ હવે રસેલ ટીમમાં નથી
વેસ્ટ ઈન્ડિઝે છેલ્લી મેચ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમી હતી. તેમાં તેણે રોમાંચક મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. કાર્લોસ બ્રેથવેટની સદી પણ ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહી હતી. જો પાકિસ્તાન વિરુદ્ધ પ્રથમ મેચ છોડી દેવામાં આવે તો વેસ્ટ ઈન્ડિઝનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું નથી. આંદ્રે રસેલ ઈજાને કારણે ટીમમાંથી બહાર થઈ ગયો છે. બોલિંગમાં ગતી તો છે પરંતુ લાઇન અને લેંથ યોગ્ય નથી. 

વર્લ્ડકપ 2019:  વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ મુકાબલામાં ધોની પર નજર 

આ હોઈ શકે છે વેસ્ટ ઈન્ડિઝની પ્લેઇંગ XI
જેસન હોલ્ડર, એવિન લુઈસ, ડેરેન બ્રાવો, ક્રિસ ગેલ, કાર્લોસ બ્રેથવેટ, નિકોલસ પૂરન, શાઈ હોપ, ઓશાને થોમસ, શેલ્ડન કોટરેલ, શેનન ગ્રેબિએલ અને એશ્લે નર્સ.