વિશાખાપટનમ: ટીમ ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચે પાંચ મેચોની વનડે મેચની શ્રેણીની અહીં રમાયેલી બીજી વનડે અત્યંત રોમાંચકતા બાદ ટાઈ થઈ હતી. વેસ્ટ ઈન્ડિઝને અંતિમ બોલે જીતવા માટે 5 રનની જરૂર હતી. પરંતુ શાઈ હોપે અંતિમ બોલે બાઉન્ડ્રી ફટકારતાં મેચ ટાઈ થઈ હતી. શાઈ હોપે અણનમ 123 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા કોહલીના 157 રનની મદદથી 321 રન બનાવ્યા હતા. જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 321 રન બનાવી શક્યું હતું. બીજી મેચ ટાઇ થતા ભારતીય ટીમ પાંચ મેચોની શ્રેણીમાં 1-0થી આગળ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ઝટકો કીરોન પોવેલના રૂપમાં લાગ્યો હતો. તે 18 રન બનાવી આઉટ થયો, જ્યારે ચંદ્રપોલ હેમરાજ 32 રન બનાવી આઉટ થયો હતો. માર્લન સૈમુઅલ્સ કુલદીપ યાદવના બોલ પર બોલ્ડ થયો હતો. હેટમેયરની 94 રનની તોફાની ઈનિંગનો ચહલે અંત કર્યો હતો. રોવમૈન પોવલને કુલદીપ યાદવે રોહિત શર્માના હાથે કેચ કરાવીને વેસ્ટ ઈન્ડિઝને પાંચમો ઝટકો આપ્યો હતો. 


ટીમ ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચોની વનડે સીરીઝનો બીજો મુકાબલો વિશાખાપટ્ટનમના એસીએ-વીડીસીએ સ્ટેડિયમમાં રમાઇ રહ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 321 રન ફટકાર્યા છે. વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 322 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કેરિયરની 37મી સદી ફટકારતા અણનમ 157 રન બનાવ્યા હતા. આ સિવાય રાયડૂએ 73 રનનું યોગદાન આપ્યું હતું. ભારતીય ટીમ શ્રેણીમાં 1-0થી આગળ છે. 


કોહલીની 37મી સદી
કોહલીએ વનડે કેરિયરની 37મી સદી ફટકારી છે. ભારતીય કેપ્ટન તરીકે તેની આ 15મી સદી છે. કેપ્ટન તરીકે સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ કેપ્ટન રિકી પોન્ટિંગના નામે છે. પોન્ટિંગના નામે 22 સદી છે. 


કોહલીએ તોડ્યો સચિનનો વર્લ્ડ રેકોર્ડ
વિરાટ કોહલીએ પોતાના દેશના જ અને ક્રિકેટના ભગવાન ગણાતા સચિન રમેશ તેંડુલકરનો એક મોટો વિશ્વ રેકોર્ડ તોડી દીધો છે. કોહલીએ 81 રન બનાવતાની સાથે જ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના વનડેમાં સૌથી ઝડપી 10 હજાર રનનો રેકોર્ડ તોડી દીધો છે. 


સચિનની વાત કરીએ તો તેણે 266 વનડે રમતા 259 ઈનિંગમાં સૌથી ઝડપી 10 હજાર રન બનાવવાનો રેકોર્ડ કર્યો હતો. વિરાટ કોહલીએ 213 વનડેની 205 ઈનિંગમાં 10 હજારનો આંકડો પૂરો કરી લીધો છે. 


વનડેમાં સૌથી ઝડપી 10000+ રન બનાવનાર બેટ્સમેન
વિરાટ કોહલી - 205 ઈનિંગ


સચિન તેંડુલકર - 259 ઈનિંગ


સૌરવ ગાંગુલી - 263 ઈનિંગ


રિકી પોન્ટિંગ - 266 ઈનિંગ 


જેક કાલિસ - 272 ઈનિંગ


એમએસ ધોની - 273 ઈનિંગ 


વિરાટે તોડ્યો ડિવિલિયર્સનો રેકોર્ડ
વિરાટે ભારતની ધરતી પર સૌથી ઝડપી 4000 રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી છે. કોહલીએ ભારતમાં રમતા માત્ર 78 ઈનિંગમાં પોતાના વનડે કેરિયરના ચાર હજાર રનના આંકડાને પાર કર્યો છે. કોઈપણ એક દેશમાં સૌથી ઓછી ઈનિંગમાં ચાર હજાર રન પૂરા કરવાની વાત હોય તો વિરાટે એબી ડિવિલિયર્સને પાછળ છોડી દીધો છે, જેણે સાઉથ આફ્રિકામાં 91 ઈનિંગમાં 4000 રન પૂરા કર્યા હતા. 
 


વિરાટ કોહલી અને અંબાતી રાયડૂની સાથે મળીને ટીમનો સ્કોર 100 રનને પાર 20 ઓવર પહેલાજ કરી દીધો છે. 20 ઓવર સુધી વિરાટે ઝડપી બેટિંગ કરી 43 બોલમાં 41 રન બનાવ્યા અને રાયડૂએ 39 બોલમાં 28 રન બનાવ્યા છે.


વિરાટ કોહલીએ 18 ઓવરમાં 35 રનના સ્કોર કરવાની સાથે જ ભારતમાં તેના 4000 વન-ડે રન પુરા કરી લીધા છે. આ સાથે તેણે અંબાતી રાયડૂની સાથે 50 રનની ભાગેદારી પૂરી કરી છે. 18 ઓવર સુધીમાં ટીમ ઇન્ડિયાનો સ્કોર 95 રન થઇ ગયો છે. વિરાટે 35 રન અને રાયડૂએ 26 રન બાનાવ્યા છે.


15 ઓરમાં સુધીમાં વિરાટ કોહલી અને અંબાતી રાયડ઼ૂની ભાગીદારીએ ટીમને સંભાળી અને 2 વિકેટ પર 78 રન બનાવ્યા છે. 15 ઓવર પછી વિરાટ કોહલીએ 28 બોલ પર 23 રન બનાવી લીધા છે. ત્યારે અંબાતી રાયડૂએ 24 બોલમાં 21 રન બનાવ્યા છે.


10 ઓવરના પહેલા જ ટીમ ઇન્ડિયાની બે વિકેટ પડી ગઇ હતી. શિખર ધવન 9મી ઓવરમાં જ નર્સની બોલ પર એલબીડબ્યૂ આઉટ થયો છે. શિખર ધવન 30 બોલમાં 29 રન બનાવી આઉટ થયો છે. ધવનને પહેલા એમ્પાયરે નોટઆઉટ આપ્યો હતો પરંતુ વેસ્ટઇન્ડિઝે રિવ્યૂ લીધા બાદ તેને આઉટ આપવામાં આવ્યો છે. 10 ઓવર સુધીમાં ટીમ ઇન્ડિયાનો સ્કોર 49 રન થઇ ગયો હતો. વિરાટ કોહલી 13 રન જ્યારે અંબાતી રાયડૂ 2 રન સાથે ક્રીઝ પર છે.


ટીમ ઇન્ડિયાને પહેલો ઝટકો રોહિત શર્માના રૂપમાં મળ્યો છે. ચોથી આવરની પહેલી બોલ પર જ કેમાર રોચે રોહિતને બેકવર્ડ પોઇન્ટ પર કેચ આઉટ કર્યો છે. રોહિત 8 બોલ પર માત્ર 4 રન બનાવી આઉટ થઇ ગયો હતો. રોહિતે પહેલી ઓવરમાં ફોર મારી હતી, ત્યારે શિખર ધવને હોલ્ડની ઓવરમાં બે ફોર મારી હતી. રોહિતની જગ્યાએ વિરાટ કોહલી બેટિંગ કરવા આવ્યો છે.


ટીમ ઇન્ડિયાની બેટિંગની શરૂઆત રોહિત શર્માએ કરી હતી. પહેલી ઓવરમાં જ રોહિતની વેસ્ટ ઇન્ડિઝના કેપ્તાન જેસન હોલ્ડરના ચોથા બોલ પર એક ફોર લગાવી ટીમ ઇન્ડિયાને પહેલા રન આપવ્યા હતા.


ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઇન્ડિયા આ મેચ માટે એક ફરફાર કર્યો છે. ખલીલ અહમદની જગ્યાએ કુલદીપ યાદવને ટીમમાં શામેલ કર્યો છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં માત્ર એક જ ફરફાર છે. ઓશાને થોમસની જગ્યાએ ઓબેડ મેકોયને ટીમમાં જગ્યા મળી છે.


ટીમ:
ભારત: વિરાટ કોહલી (કેપ્તાન), રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયડૂ, મનીષ પાંડે, ઋષભ પંત, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટ કીપર), રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ઉમેશ યાદવ


વેસ્ટ ઇન્ડિઝ: જેસર હોલ્ડર(કેપ્તાન), દેવેન્દ્ર બિશૂ, ચંદ્રપાલ હેમરાજ, શિમરોન હેટમેયર, શાઇ હોપ, કિરેન પાવેલ, એશ્લે નર્સ, કેમાર રોચ, માર્લન સૈમૂઅલ્સ, ઓબેડ મૈકોય અને રોવમેન પ્રોવેલ.