INDvsWI:વેસ્ટઇન્ડિઝની ટીમ 311રન કરીને થઇ ઓલઆઉટ, ઉમેશ યાદવે મળી 6 વિકેટ
ભારત વિરૂદ્ધ બે ટેસ્ટ મેચની સીરીઝની અંતિમ ટેસ્ટના બીજા દિવસે વેસ્ટઈન્ડિઝની ટીમ પહેલી ઇનિંગમાં 311 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી .
હૈદરાબાદ: ભારત વિરૂદ્ધ બે ટેસ્ટ મેચની સીરીઝની અંતિમ ટેસ્ટના બીજા દિવસે વેસ્ટઈન્ડિઝની ટીમ પહેલી ઇનિંગમાં 311 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી . ભારત તરફથી ઉમેશ યાદવે સૌથી વધુ 6 વિકેટ લીધી. અને કુલદીપ યાદવને ત્રણ અને એક વિકેટ અશ્વિનને મળી હતી. આ પહેલા મેચના પ્રથમ દિવસે વેસ્ટઈન્ડિઝે સાત વિકેટ ગુમાવીને 295 રન બનાવ્યાં હતા. પહેલો દિવસ પૂર્ણ થતાં સુધીમાં રોસ્ટન ચેઝ 98 અને દેવેન્દ્ર વિશૂ 2 રન બનાવીને નોટઆઉટ રહ્યા હતા.આ ટેસ્ટમાં હજુ સુધી ચેઝ વેસ્ટઈન્ડિઝ તરફથી સફળ બેટ્સમેન રહ્યો હતો
વેસ્ટ ઇન્ડીઝની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનર બ્રાથવેઇટ (14) અને પોવેલ (22) રની કરીને આઉટ થયા હતા. આ પછી શાઇ હોપ (36), હેટમોર (12) અને એબ્રિસ (18) પણ સસ્તામાં આઉટ થયા હતા. વેસ્ટ ઇન્ડીઝે 182 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી રોસ્ટન ચેસ અને હોલ્ડરે સાતમી વિકેટ માટે 104 રનની ભાગીદારી કરી રકાસ ખાળ્યો હતો. હોલ્ડર 52 રન બનાવી 90મી ઓવરમાં ઉમેશ યાદવનો શિકાર બન્યો હતો.
ભારત અને વેસ્ટઇન્ડિઝની વચ્ચે ચાલી રહેલી હૈદરાબાદમાં બીજી ટેસ્ટમાં બીજા દિવસે વેસ્ટઇન્ડિઝ ટીમને ઓલઆઉટ કર્યા બાદ ટીમ ઇન્ડિયા તરફથી પ્રથમ ઇનિંગની શરૂઆત કરવામાં આવી હતી. ટીમ ઇન્ડિયા તરફથી સૌ પ્રથમ બેટીંગની શરૂઆત પૃથ્વી શો અને અને કે એલ રાહુલે કરી છે. જ્યારે પૃથ્વી શોએ ક્રિઝ પર આવતાની સાથે જ શરૂઆત ચોકા અને છક્કાથી કરી હતી.