નવી દિલ્હી: ભારતીય ટીમ આઇસીસી વર્લ્ડકપ બાદ પહેલી સીરીઝ (India vs West Indies) રમવા માટે તૈયાર છે. તેના માટે ભારતની ત્રણે ટીમ (ટેસ્ટ, વનડે અને ટી20) જાહેર કરવામાં આવી છે. મેજબાન વેસ્ટઇંડીઝ (West Indies) એ પણ સીરીઝના પહેલાં બે ટી 20 મેચો માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આ સીરીઝ કેરેબિયાઇ દિગ્ગજ ક્રિસ ગેલ (Chris Gayle) ની વિદાય સીરીઝ પણ છે, જોકે તેમને ટી 20માં સામેલ કરવામાં આવ્યા છે. બંને દેશોની આ સીરીઝ અમેરિકા થઇને વેસ્ટઇંડીઝ પહોંચશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત અને વેસ્ટઇંડીઝ સીરીઝની શરૂઆત ટી 20 મેચો થવાની છે. આ સીરીઝની પહેલી બે મેચ અમેરિકામાં રમાશે. આ બંને મેચ ફ્લોરિડાના લોડરહિલમાં યોજાશે. ત્યારબાદ ત્રીજી ટી 20 મેચ ગયાનામાં રમાશે. ટી 20 સીરીઝ બાદ વનડે અને ટેસ્ટ મેચ પણ વેસ્ટઇંડીઝમાં જ રમાશે. 


જો ક્રિકેટ સીરીઝ વેસ્ટઇંડીઝમાં યોજાઇ રહી છે તો ભારતીય ક્રિકેટપ્રેમીઓની ઉંધમાં ખલેલ પડે છે. આ વખતે પણ એવું જ થઇ રહ્યું છે. સારી વાત એ છે કે ટી 20 સીરીઝની મેચ વેસ્ટઇંડીઝમાં પણ તે સમયે શરૂ થશે, જે ભારતીય દર્શકો માટે અનુકૂળ છે. આ મેચ રાત્રે આઠ વાગે શરૂ થશે અને રાત્રે સાડા 11 વાગે પુરી થઇ જશે.
 


આ પ્રકારે વનડે મેચની એક ઇનિંગ પણ ભારતીય દર્શકો માટે અનુકૂળ છે, પરંતુ આખી મેચ જોવા માટે તેમને મોડી રાત સુધી જાગવું પડશે. વનડે મેચ ભારતીય સમય અનુસાર સાંજે સાત વાગે શરૂ થશે. આ મેચ મોડી રાત્રે લગભગ ત્રણ વાગ્યા સુધી ખતમ થશે. બંને ટેસ્ટ મેચોની ટાઇમિંગમાં એક કલાકનો ફરક છે. પહેલાં ટેસ્ટ સાંજે સાત વાગ્યાથી અને બીજી ટેસ્ટ આઠ વાગ્યાથી રમવામાં આવશે. અહીં સ્પષ્ટ કરી દઇએ કે આ દરમિયાન બધી મેચ સ્થાનિક સમય અનુસાર દિવસમાં જ રમાશે, પરંતુ ભારતમાં તે સમયે રાત હશે. 


બંને ટીમ આ પ્રકારે છે:
ભારત (ટી 20):
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાઉલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, ઋષભ પંત, કૃણાલ પાંડ્યા, રવિંદ્વ જાડેજા, વોશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, દીપક ચાહર અને નવદીપ સૈની. 


વેસ્ટઇંડીઝ (પહેલાં 2 ટી20 મેચ માટે): કાર્લોસ બ્રૈથવેટ (કેપ્ટન), જોન કૈમ્પબેલ, એવિન લુઉસ, શિમરોન હેટમાયર, નિકોલસ પૂરન, કીરોન પોલાર્ડ, રોવમૈન પાવેલ, કીમો પોલ, સુનીલ નરેન, શેલ્ડન કોટ્રેલ, ઓશાને થોમસ, એંથની બ્રામ્બલે, આંદ્વે રસેલ, કૈરે પિયરે.


ભારત (વન ડે): વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાઉલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, ઋષભ પંત, કૃણાલ પાંડ્યા, રવિંદ્વ જાડેજા, કુલદીપ યાદવ, યુજવેંદ્વ ચહલ, કેદાર જાધવ, મોહમંદ શમી, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ અને નવદીપ સૈની. 


ભારત (ટેસ્ટ): વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (ઉપ કેપ્ટન), મયંક અગ્રવાલ, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, રોહિત શર્મા, ઋષભ પંત, ઋદ્ધિમાન સાહા, આર અશ્વિન, રવિંદ્ર જાડેજા, કુલદીપ યાદવ, ઇશાંત શર્મા, મોહમદ શમી, જસપ્રીત બુમરાહ અને ઉમેશ યાદવ.